જુનાગઢમાં પેસેન્જર બાબતે ખુની હોળી : એક જ રાતમાં ત્રણની હત્યા

જુનાગઢ : રિક્ષાચાલકો વચ્ચે પેસેન્જર લેવાની બાબતે બોલાચાલી થઇ હતી. જો કે આ બોલાચાલીએ એટલુ ઉગ્ર સ્વરૂપ લીધું હતું કે શનિવારે રાતથી રવિવાર સવાર સુધીમાં ચાર હત્યાઓ થઇ હતી. જેનાં પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ હતી. ત્રણ દિવસ અગાઉ રિક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર બેસાડવા અને વિસ્તાર બાબતે માથાકુટ થઇ હતી.

ગઇ કાલે એક વ્યક્તિની હત્યા થઇ હતી. જો કે રવિવારે સવારે જૂનાગઢનાં ઝફ્ફર મેદાનમાંથી હત્યાનો આરોપી તથા અન્ય એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જુનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ પેસેન્જર બેસાડવા બાબતે ક્રિશ્નન રબારી અને અજય બાવાજી તથા મુકેશ બાવાજી વચ્ચે બોલાચાલી થઇ હતી.

જેની અદાવત રાખીને ગઇકાલે સાંજે અજય અને મુકેશે તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને કિશન રબારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ બંન્ને આરોપી ફરાર હતા. જો કે રવિવારે સવારે જફર મેદાનમાંથી બંન્ને ફરાર આરોપીઓ અને એક અજાણ્યા શખ્સની લાશો મળી આવી હતી. ત્રણેયનાં મૃતદેહો પર તિક્ષ્ણ હથિયારનાં ઘા છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર હત્યા બાદ ફરાર બંન્ને આરોપીઓને સમાધાનનાં બહાને બોલાવાયા હતા. જ્યાં સમાધાનનાં બદલે તેઓની હત્યા કરી દેવાઇ હતી.

You might also like