શું તમે જોઇ 2015ની સૌથી પોપ્યુલર મોબાઇલ Apps

2015માં ઘણી એપ્સ આવી. તેમાંથી કેટલીક એપ્સ યૂજર્સને પસંદ આવી તો કેટલીક ઇમ્પ્રેશન જમાવવામાં નિષ્ફળ રહી.

જોઇએ, 3 એવી એપ્સ જે આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહી. જો તમારા સ્માર્ટફોનમાં આ એપ્સ નથી તો તેને જરૂર ટ્રાય કરો. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ્સ સ્ટોર પર ઉપલબ્ધ છે.

1-shadowmaticશૈડોમૈટિક (એવોર્ડ વિનિંગ ફોટોરિયલિસ્ટક અને ઇમેજિનેટિવ પઝલ ગેમ)
કદાચ તમને પ્રકાશ અને પડછાયા સાથે રમવું પસંદ ન હોય, પરંતુ એ વાતની શક્યતા વધુ છે કે આ એપ્સ તમને જરૂર પસંદ આવશે. shadowmatic નામની આ ગેમમાં તમારે વિચિત્ર વસ્તુઓને એટલી હદે ફેરવવી અને વાળવાની છે, જ્યાં સુધી તેનો પડછાયામાં કોઇ જાણીતી વસ્તુ ન દેખાઇ. ચોક્ક્સ આ વાંચીને તમને અટપટું લાગી રહ્યું હશે, પરંતુ ગેમ મજેદાર છે.

 

 

 

2-Periscopeપેરિસ્કોપ (સરળતાથી કોઇપણ વિડિયોને બ્રોડકાસ્ટ કરો)
(Periscope) પેરિસ્કોપની મદદથી તમે તમારા સ્માર્ટફોન વડે બ્રોડકાસ્ટ કરી શકો છો. બસ તમારા પાસે ડેટા પ્લાન હોવો જોઇએ. જે કંઇ તમે તમારા કેમેરાથી જોઇ શકતા હશો, તેને બ્રોડકાસ્ટ કરીને તમે દુનિયામાં કોઇને પણ બતાવી શકો છો. ટ્વિટર જેવી સોશિયલ એપ્સની મદદથી તમે શેર કરી શકો છો.

 

 

 

3Office-lensઓફિસ લેંસ (સ્માર્ટ ટ્રિમ અને ક્લીનઅપ વાળા ડોક્યુમેન્ટ સ્કેનર)
માઇક્રોસોફ્ટની ફ્રી Office lens એપ્સ તમારા સ્માર્ટફોન કેમેરાને સ્કેનરમાં બદલી નાંખે છે. બસ તમારે ડોક્યુમેન્ટ કે બોર્ડ વગેરેને કેમેરાની સામે લાવવું પડશે. આ એપ્સ આપમેળે ડોક્યુમેંટ્સને ક્રોપ અને ક્લિન કરી દેશે.

You might also like