J&K: કુલગામમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ, ત્રણ આતંકી ઠાર

ઉત્તર કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી. ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યાં છે. આ હુમલામાં સેનાના બે જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે.

માર્યા ગયેલા આતંકીઓમાં બે પાકિસ્તાનના હતા જ્યારે એક સ્થાનિક હતો. આ બધા આતંકીઓ જૈશ-એ-મહોમ્મદ સાથે જોડાયેલા હતા. જેમાંથી એકની ઓળખ પાકિસ્તાનના અબુ માજ તરીકે થઇ છે. આ આતંકી અહીં ચાર વર્ષથી સક્રિય હતો.

એક મળતા અહેવાલ મુજબ કુલગામના લારો વિસ્તારમાં એક ઘરની અંદર કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણ સેનાને મળી હતી. જેને લઇને સેના દ્વારા આ ઘરનો ઘેરવામાં આવ્યું હતું. પોતાને ઘેરાયેલા સમજીને આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ 12 સ્થાનિક લોકોને પણ ઇજા પહોંચી છે.

ખરેખર તો અથડામણ પુરી થયા બાદ સ્થાનિક લોકોએ ઘટનાસ્થલે જવાની જીદ કરી હતી. જો કે સેના દ્વારા બહુ સમજાવામાં આવ્યું કે ત્યાં ન જાય, કારણ કે જે ઘરમાં આતંકી છુપાયા હતા ત્યાં સેનાના ઓપરેશન બાદ આગ લાગી હતી.

આતંકીઓને જડબાતોડ જવાબ દેતા સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા જ્યારે બે આતંકીઓ ફરાર થઇ ગયા હતા. જો કે  બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જમ્મૂ-કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું. જેમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.

તો હજુ પણ વધુ આતંકીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આજે સવારે પુલવામામાં પણ આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ અને ત્યાંથી ફરાર થયા છે. જેમાં સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સેના દ્વારા આતંકીઓને ઠાર મારવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago