ઉડતા વિમાનમાંથી લીધી સેલ્ફી, ઇન્ડીગોએ ત્રણ પાયલોટોને વિમાન ઉડાવતાં અટકાવ્યા

નવી દિલ્હી: ભારતની હવાઇ સલામતી નિયમનકર્તાએ ઇન્ડીગોના ત્રણ પાયલોટોને એક અઠવાડિયા માટે ઉડાણ ભરવા માટે પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે ત્રણ કોકપિટમાં તે સમયે સેલ્ફી લઇ રહ્યાં હતા જ્યારે વિમાન હવામાં હતું. પાયલોટોની આ હરકતના લીધે ઘણા મુસાફરોનો જીવ જોખમમાં પડી શકતો હતો.

સૂત્રો દ્વાર મળતી માહિતી અનુસાર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ભારતીય એરલાઇન્સ માટે ઘણા પાયલોટોને પહેલાં પણ ચેતાવણી આપી ચૂક્યા છે અને તે ટૂંક સમયમાં એ આવા દિશા-નિર્દેશ જાહેર કરી શકે છે, જેના હેઠળ વિમાનમાં કોકપિટમાં સેલ્ફી લેવા પર સખત મનાઇ હશે. ઇન્ડીયોના એક પ્રવક્તાએ જણાવ્યું કે લગભગ 1.5 વર્ષ પહેલાં પાયલોટોએ કોકપિટમાં સેલ્ફી લીધી હતી અને હવે રોસ્ટરમાંથી 7 દિવસ માટે તેમનું નામ હટાવવામાં આવ્યું છે.

સૂત્રોએ કહ્યું હતું કે ‘આ એકમાત્ર કિસ્સો નથી. ફેસબુક અને બાકી સોશિયલ મીડિયાના પ્રોફાઇલ આવા ફોટાથી ભરેલી પડી છે, જેમાં પાયલોટો એરક્રાફ્ટમાં પોતાની સીટ પર બેસેલા જોવા મળી રહ્યાં છે.’ અમેરિકી હવાઇ સુરક્ષા નિયામક ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) પહેલાં જ કોમર્શિયલ એરલાઇન્સમાં ક્રૂ દ્વારા પોતાના અંગત કામો માટે અંગત ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.

You might also like