8 વર્ષ બાદ આમિર ખાનની ‘3 ઇડિયટ્સ’ની રીમેક

મુંબઇઃ બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિમ્લની રીમેક તો બને જ છે પરંતુ કોઇ ફિલ્મનું વિદેશી રીમેક બને તો, જો કે આ કમાલ કરવા જઇ રહી છે આમિર ખાનની એક ફિલ્મ. મળતી માહિતી મુજબ 25 ડિસેમ્બર 2009ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ રાજૂ હિરાની અને આમીર ખાનની સુપર હિટ મૂવી 3 ઇડિયટ્સ એક વખત ફરી લોકોને હસાવવા માટે તૈયાર છે. જોકે તેમાં પણ એક ટવિસ્ટ છે.

નિર્દેશક રાજૂ હિરાની અને આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સનો જાદુ હજી પણ ફેન્સમાં યથાવત છે, અને એટલે જ આ ફિલ્મનું મેક્સિકોમાં રીમેક બનવા જઇ રહ્યું છે. આમિર ખાન, માધવન અને શરમન જોશી સ્ટારર ફિલ્મ 3 ઇડિયટ્સને મેક્સિકોના ફેન્સ માટે રિમેકસ કરવામાં આવશે. આ ફિલ્મને ડાયરેક્ટર હોંગે કોર્લોસ બોલાડો કરી રહ્યાં છે. મેક્સિકન મૂવી 3 ઇડિયટ 2 જૂન 2017ના રોજ રિલીઝ થશે.

3 ઇડિયટ્સમાં આમિરનું કિરદાર જેનાથી ઇન્સ્પાયર્ડ છે. તેને રોલેક્સ એવોર્ડ મળ્યો છે. બોલીવુડ ફિલ્મ 3 ઇડિયટ્સની મેક્સિકન વર્ઝનમાં આમીરનો રોલ એક્ટર અલફાંસો ડોસાલ કરશે. ત્યારે હવે સૌના ફેવરીટ ફુંસુક વાંગડુનો કિરદાર હવે મેક્સિકોમાં પણ પોતાનો જાદુ ફેલાવશે.

http://sambhaavnews.com/

You might also like