ખિચડી ખાવાના આ 3 ફાયદા વિશે જાણીને તમે જરૂર ચોંકી ઉઠશો!!!

શું તમે પણ એ લોકોમાંથી નથી ને કે ખિચડીનું નામ સાંભળીને જ મોંઢું બગાડવા લાગો છો? મોટાભાગનો લોકો ખિચડીને બિમારોનું ખાવાનું કહે છે પરંતુ શું તમે જાણો છો ખિચડી એક એવી વસ્તુ છે જેને ખાવાથી ફાયદા ફાયદા જ થાય છે.

જો તમે શુદ્ધ શાકાહારી છો તો આનાથી સારો વિકલ્પ હોઇ શકે નહીં. ખિચડી બનાવી ઘણી સરળ છે તેમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે. જેની શરીરને જરૂર હોય છે.

ચોખા અને અમુક દાલોને મિક્સ કરીને બનાવાતી ખિચડી એક પચી શકે તેવો ખોરાક છે. એમ તો ખિચડીમાં મસાલાનો ઉપયોગ ના કરવા બરાબર છે. પરંતુ તમે ઇચ્છો તો સ્વાદ માટે ચુટકી મસાલોનો ઉપયોગ કરી શકો છો. ખિચડીમાં દહીં મિક્સ કરીને ખાવાથી તેનો સ્વાદ બે ગણો વધી જાય છે.

ખિચડી ખાવાના ત્રણ ફાયદા:
1. પોષક તત્વોથી ભરપૂર

તમારી મમ્મી કે દાદીએ પણ ખિચડીના ફાયદા તમને કહ્યા હશે. ખિચડી કાર્બોહાઇડ્રેટ, વિટામીન, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસના ગુણોથી ભરપૂર હોય છે. તમે ઇચ્છો તો તેની અંદર વિવધ પ્રકારના શાકભાજી મિક્સ કરીને પોષક ગુણોને વધારી શકો છો.

2. પચવામાં સરળ
ખિચડીમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ તેમાં વધારે પ્રમાણમાં તેલ, ઘી નો પણ ઉપયોગ થતો નથી. એવામાં તે સરળતાથી પચી શકે છે. એટલે આ જ કારણ છે કે બિમારીમાં લોકો ખિચડી ખાવાનું પસંદ કરે છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો ખિચડી તમારા માટો સૌથી ફાયદાકારક છે.

3. શરીરની બિમારીઓને સુરક્ષિત રાખવામાં મદદ
ખિચડીનું નિયમિત સેવન પિત્ત અને કફનો દોષ દૂર કરે છે. ખિચડી શરીરને ઉર્જા આપવાનું તો કામ કરે છે, સાથે રોગ પ્રતિરક્ષા તંબને પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે.

You might also like