શું તમે ખિચડી ખાવાના સ્વાસ્થ્યલક્ષી ફાયદા જાણો છો?

શું તમે એ લોકોમાંથી તો એક નથી કે જે ખિચડીના નામથી જ મોં બગાડે છે. મોટા ભાગના લોકો ખિચડીને બીમારી દરમ્યાન ખાવાનો ખોરાક ગણે છે. પરંતુ શું તમે જાણો છો ખિચડી એક સ્વાસ્થ્ય લક્ષી ખોરાક છે. જેને ખાવાના ફાયદા પણ અનેક છે. જો તમે શુદ્ધ શાકાહારી છો, તો ખિચડી તમારા માટે ઉત્તમ ખોરાક છે. સાથે જ તે બનાવવી ખૂબ જ સરળ પણ છે. ખિચડીમાં એ તમામ જરૂરી પોષક તત્વો છે કે જેની જરૂર શરીરને છે. ચોખા અને દાળની ખિંચડી એક સુપાચ્ય ભોજન છે.

પોષક તત્વોથી ભરપૂરઃ  ખિચડીમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન, કેશ્યિમ, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસ જેવા તમામ વિટામિન છે. તમે તેમાં વિવિધ પ્રકારના શાક મિક્સ કરીને મિક્સ વેજિટેબલ ખિંચડી પણ બનાવી શકો છો.

પચવામાં સરળઃ ખિચડીમાં તેજાના અને મસાલાનો ઉપયોગ થતો નથી. સાથે જ તેમાં એટલું તેલ કે ઘી પણ હોતું નથી. તેથી જ તે પચવામાં સરળ છે. આ કારણે જ બિમારીમાં ડોક્ટર ખિચડી ખાવાની સલાહ આપે છે. જો તમારૂ પાચનતંત્ર નબળુ હોય તો ચોક્કસથી ખિચડી ખાવી જોઇએ.

શરીરને રાખે છે બિમારીથી દૂરઃ ખિચડીના નિયમતિ સેવનથી વા, પિત્ત અને કફ દૂર થાય છે. ખિચડી શરીરમાં ઉર્જા અપે છે. સાથે જ તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

home

You might also like