સ્ટોકહોમમાં ટ્રકથી ટેરર એટેક : 3નાં મોત અનેક લોકો ઘાયલ

સ્ટોકહોમ : સ્વીડનની રાજધાની સ્ટોમહોમની એક વ્યસ્ત સડક પર એક ટ્રક ભીડને કચડતા એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ઘુસી ગઇ. સ્થાનીક મીડિયા અનુસાર ટ્રક હૂમલામાં 3 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. હૂમલો જે સ્થળ પર થયો ત્યાંથી ભારતીય દૂતાવાસ માત્ર 200 મીટરનાં અંતર પર છે. ભારતીય દૂતાવાસનાં અનુસાર તમામ ભારતીય સુરક્ષીત છે.

સ્વીડનમાં ભારતનાં રાજદૂત મોનિકા મોહતાએ એએનઆઇને જણાવ્યું કે તેમણે રસ્તા પર બે લોકોનાં શબને જોયા અને ઘણી બુમરાણ સાંભળી હતી. સ્વીડનનાં વડાપ્રધાન સ્ટેફાન લોફવેને કહ્યું કે તમામ સંકેત આતંકવાદી હૂમલાનાં છે. તેમણે જણઆવ્યું કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

કેટલાક રિપોર્ટ અનુસાર ગોળીબારનાં અવાજો પણ સંભાળ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દીધો છે. પોલીસે કહ્યું કે તેઓ તેને આતંકવાદી હૂમલો માનીને તપાસ કરી રહ્યા છે. સ્વીડિશ ટેલિવિઝન ચેનલ એસવીટી અનુસાર ફાયરિંગના અવાજો સાંભળ્યા હતા. વીડિયો ફુટેજમાં સેંકડો લોકો જ્યાં ત્યાં બેભાન અવસ્થામાં પડેલા અને ભાગતા જોવા મળ્યા હતા. ટ્રક હૂમલા બાદ શહેરમાં ટ્રેન અને મેટ્રો સર્વિસને બંધ કરી દેવામાં આવ્યા છે.

સ્વીડિશ સમાચાર એજન્સી ટીટીએ કહ્યું કે કેટલાક લોકોને એમ્બ્યુલન્સ લઇ જવામાં આવ્યા. ટેલિવિઝનનાં લાઇવ પ્રસારણમાં ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ધૂમાડો ઉઠતો જોવા મળ્યો. સ્ટોરને ટ્રકે ટક્કર મારી હતી. સ્વીડનની પોલીસે કહ્યું કે તેમણે ડ્રોટિનિંગટન વચ્ચે સ્ટોકહોમ સ્ટ્રીટ પર એખ વ્યક્તિ અંગે કોલ મળ્યો જેણે વાહન ચલાવીને અન્ય લોકોને ઘાયલ કરી દીધા. પોલીસ પ્રવક્તા તોવે હાગે કહ્યું કે લોકો ઘાયલ છે. જો કે તેમણે મોતની પૃષ્ટી નથી કરી.

You might also like