છોટાઉદેપુર ચૂંટણીમા છબરડો : 3 મત ગાયબ થતા હોબાળો

અમદાવાદ : નસવાડીના હરિપુરા ગ્રામ પંચાયતમાં ૩ મત ગુમ થયા જેનો ચૂંટણી અધિકારી અને નસવાડી મામલતદારે ૩ મતનો જવાબ આપવાનો ઇન્કાર કરીને લોકોને ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. ચૂંટણી અધિકારીએ ૫૫૦ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરાયા ૩ વખત મતગણતરી થઇ હારેલા ઉમેદવારે બીજીવખત ચૂંટણી યોજવાની માંગ કરી.

નસવાડી તાલુકાના હરિપુરા ગ્રામ પંચાયતમાં ગંભીર પ્રકારનો છબરડો બહાર આવ્યો.
ગ્રામપંચાયતના સરપંચ પદના ઉમેદવારો માટે 719 મતોનું મતદાન થયું. જેમાં ગણતરી વખતે 719 મતો નીકળવાની જગ્યાએ 716 મતો નીકળ્યા. જેમાં સરપંચ પદના ઉમેદવાર ભીલ સુરેશભાઈ રામાંને 350 મત મળ્યા. જયારે હરીફ ઉમેદવાર જેડ઼ી બેન સોમા ભાઈ ભીલને 347 મત મળ્યા. જયારે 19 મત રદ થયા.

કુલ મત મતદાન – 719
રદ – 19
ઉમેદવારોને મળેલ મત ઉમેદવારોના નામ
1 ભીલ સુરેશ ભાઈ રામાં ને 350 મત મળ્યા
2 ભીલ જેડ઼ી બેન સોમા ભાઈ 347
આમ ત્રણ મત મત પેટી માંથી ઓછા ચોરાય ગયા કે પછી જાણી જોઈને ગુમ કરવામાં આવ્યા તે તપાસનો વિષય છે. 3 મત મતપેટીમાંથી ઓછા મળતા વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાયા છે.

You might also like