NASAનાં 3 અંતરિક્ષયાત્રીઓ 6 માસ બાદ પૃથ્વી પર પરત ફર્યા

વોશિંગ્ટનઃ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનાં 3 યાત્રીઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ (ISS)માં છ માસથી વધુ સમય વિતાવ્યા બાદ સુરક્ષિત ધરતી પર પરત પાછા આવ્યાં છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનાં ડ્રીવ ફ્યૂસ્ટલ અને રિકી અર્નાલ્ડ અને રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસનાં ઓલેગ આર્તેમયેવ 197 દિવસ આઇએસએસમાં રહ્યાં.

ત્રણેય ગુરૂવારને સ્થાનીય સમયાનુસાર સાંજે પાંચ વાગીને 44 મિનીટ પર કઝાખિસ્તાનનાં ઝેજકજગાનમાં સોયૂજ એમએસ-08 અંતરિક્ષ યાનમાંથી ઉતર્યાં.

પોતાનાં અભિયાન દરમ્યાન ત્રણેયની અનેક શોધ સાથે ત્રણ વાર અંતરિક્ષમાં ચહલપહલ પણ કરી. ISSની લેબનાં ખરા ઓપરેશનને માટે ત્રણેય લોકોએ કામ કર્યું. ફ્યૂસ્ટલ અને રિકીએ અત્યાધિક ઠંડી ક્વાંટમ ગેસ (જેનું તાપમાન કેલ્વિન સ્કેલ પર શૂન્યથી પણ ઓછું હોય છે)નો પણ અભ્યાસ કર્યો. પોતાનાં ત્રણ અભિયાન દરમ્યાન ફ્યૂસ્ટલ અંતરિક્ષમાં 226 દિવસ વિતાવવા સાથે નવ વખત અંતરિક્ષમાં ચહલપહલ કરી ચૂક્યાં છે.

રિકીએ બે અભિયાનો દરમ્યાન ISSમાં 209 દિવસ વિતાવ્યાં છે. આ દરમ્યાન તેઓએ પાંચ વાર અંતરિક્ષમાં પણ ચહલપહલ કરી. આર્તેમયેવ બે અભિયાન દરમ્યાન 366 દિવસ અંતરિક્ષમાં રહી ચૂક્યાં છે. અભિયાન 57નાં સભ્ય નાસાની સેરેના અનોન, યૂરોપીય સ્પેસ એજન્સીનાં એલેક્ઝાન્ડર જર્સ્ટ અને રૂસનાં સર્ગેઇ દરેક ISISમાં છે.

You might also like