સુરત અને તાપીમાં 3.4 અને ઉત્તર ભારતમાં 6.8 તિવ્રતાનો ભૂકંપ

સુરતઃ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુરતના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી.

રિપોર્ટ પ્રમાણે, 3.4ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 38 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું હતું. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.


રવિવારે સાંજે ઉત્તર ભારતમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાક ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના હિંદુકોશ વિસ્તારમાં અફઘાનિસ્તાન બોર્ડ એરિયામાં હતું.

યૂએસ જિયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપ જમીનથી 190 કિમી અંદર આવ્યો હતો. ભૂકંપના આંચક એનસીઅર ઉપરાંત શ્રીનગર, પંજાબ, હરિયાણ, હિમાચલ, કાશ્મીર અને ઉત્તર ભારતના ઘણા શહેરોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભાવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે કોઇ જાનમાલ હાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

You might also like