મોટા ભાગનાં દ્વિચક્રી વાહનચાલકોને રોડ સેફ્ટીનું કોઇ ભાન નથી : સર્વે

નવી દિલ્હી : નેશનલ રોડ સેફ્ટી વીક 2017 હેઠળ લોકોને જાગૃત કરવાની દિશામાં હોન્ડાએ 250 શહેરોનાં 24 હજાર લોકોની વચ્ચે રોડ સેફ્ટી અંગે સર્વે કર્યો હતો અને લોકોને જાણ કરી હતી. આ સર્વેમાં મોટા પ્રમાણમાં દ્વિચક્રી વાહન ચાલકો ફેલ થયા જ્યારે મહિલાઓ આ મુદ્દે પુરૂષો કરતા પણ આગળ જોવા મળી હતી.

હોંડા દ્વારા રોડ સાઇન આઇક્યુ સર્વે આયોજીત કરાયો હતો જેમાં દ્વિચક્રી વાહન ચાલકોને રોડ સેફ્ટી ચિન્હો અંગે લોકોને સમજને પરખયું હતુ. 10 મહત્વનાં શહેરોમાં લગભગ 1500 દ્વિચક્રી વાહનોએ રોડ સાઇ આઇક્યુ સર્વેમાં ભાગ લીધો હતો. મોટા ભાગનાં લોકો ફેલ થયા હતા. લગભગ 80 ટકા દ્વિચક્રી વાહન ચાલકોને અનિવાર્ય તથા ચેતવણીવાળા સુરક્ષા ચિન્હોનું યોગ્ય ભાન નથી.

ઉલ્લેખનીય છે કે દ્વિચક્રી વાહનચાલકોમાં મોટા ભાગનાં પુરૂષ છે તેમ છતા પણ 26 ટકા મહિલાઓ યોગ્ય રીતે માર્ગ ચિન્હની ઓળખ કરી શકી હતી. બીજી તરફ પુરૂષ આંકડા યોગ્ય માર્ગ સુરક્ષા ચિન્હોની ઓળખ મુદ્દે 21 ટકા જ રહ્યો હતો. સર્વેનાં પરિણામો જોઇને ખ્યાલ આવ્યું કે ભારત દ્વિચક્રી વાહનોનું મોટુ બજાર તો છે પરંતુ અહીં માર્ગ સુરક્ષા ચિન્હોનાં મુદ્દે સાક્ષરતા ખુબ જ ઓછી છે.

સર્વે અનુસાર 78 ટકા ભારતીય 50 ટકા માર્ગ સુરક્ષા ચિન્હોને નથી ઓળખતા.સૌથી જાગૃત શહેર મુંબઇ 79 % સાથે ટોપ પર રહ્યું. ત્યાર બાદ પુણે 63 % બેંગ્લોર 41 %એ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું.

You might also like