ક્યાંય ગડબડ જોવા મળે તો બસ મને એક મેસેજ કરી દેજો અને પછી દેખજો: CM યોગી

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત પોતાના વિસ્તારમાં પહોંચેલા આદિત્યનાથ યોગીનું ગોરખપુરની જનતાએ જોરદાર સ્વાગત કર્યું છે. આજે યોગી આદિત્યનાથનો ગોરખપુરમાં બીજો દિવસ છે. આજે એક કાર્યક્રમમાં સીએમ યોગીએ કહ્યું કે તુલસીદાસે રાજા રામચંદ્રની જયનો નારો લગાવ્યો હતો. તુલસીદાસજીએ કોઇ દિવસ અકબરને રાજા માન્યા હતા. એમનું કહેવું હતું કે રાજા એક જ છે. એ છે ભગવાન રામ.

ત્યારબાદ મુખ્યમંત્રી ગોરખપુરમાં ભાજપની ઓફિસે પહોંચ્યા હતા. અહીંયા તેમણે કાર્યકર્તાઓ કરતાં પહેલા ઓફિસરોને સતર્કતાનો પાઠ શિખવ્યો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં યોગીએ કહ્યું કે જીત જેટલી મોટી હોય છે, જવાબદારીઓ એટલી જ હોય છે. યોગીએ કહ્યું આપણે દરેક પરિસ્થિતિમાં કામ કરવું પડશે. હવેના બે વર્ષ સુધી ગરમી કે ઠંડી કંઇ જોવાનું નથી. આદિત્યનાથે કહ્યું કે ક્યાંય પણ કંઇ ખોટું જોવા મળે તો બસ મને જાણ કરજો. યૂપીને લૂંટનાર લોકો પ્રદેશ છોડી દે, નહીં તો એમને જેલ જવું પડશે. સીએમ એ કહ્યું કે હવેથી યૂપીમાં કોઇ પણ ભૂખ્યું ઊંઘશે નહીં.

સીએમએ કહ્યું કે આપણે સત્તામાં મોજ મસ્તી કરવા આવ્યા નથી. જે લોકા કામ ના કરી શકે એ પોતાનો રસ્તો જોઇ લે. માત્ર બે વર્ષની અંદરજ લોકસભાની ચૂંટણીમાં જવાનું છે. આ વખતે લોકસભામાં પહેલા કરતા પણ સારા પ્રદર્શનની આશા છે. હવે યૂપી ખાડા વગરનું, ભ્રષ્ટાચાર મુક્ત, અને અંધારા મુક્ત હશે. ઉત્તર પ્રદેશમાં કાનૂનનું રાજ હશે.

આ વચ્ચે ગોરખનાથ મંદિરની બહાર એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે લોકોએ તેને આત્મહત્યા કરતો રોક્યો હતો. એ લોનની માફીની વાત કરી રહ્યો હતો, જે એને સારવાર માટે લીધી છે.

આ સાથે ગોરખપુરમાં યોગી આદિત્યનાથના ગોરખધામ મંદિરની બહાર હોમ ગાર્ડ કોન્સ્ટેબલો દ્વારા શોંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. કોન્સ્ટેબલ નિયમિત થવા ઇચ્છે છે. રવિવારે સવારે સીએમ યોગી આદિત્યનાથએ ગૌશાળામાં ગાયો સાથે સમય પસાર કર્યો. સીએમ એ કહ્યું કે ગાયની સુરક્ષા કરવી અમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર બંનેએને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પગલા ભર્યા છે.

આજે જ બે દિવસનો ગોરખપુર મુલાકાત ખતમ કરીને યોગી સાંજે લખનઉ રવાના થશે.

http://sambhaavnews.com/

You might also like