ર૮ નવેમ્બર બાદ દિલ્હીમાં ગૂંગળાવી દેતા સ્મોગનું કમબેક

નવી દિલ્હી: દિલ્હીવાસીઓને આવતા અઠવાડિયા સુધી ઝેરીલી હવાથી રાહત મળશેે. આ પહેલાં શુક્રવારથી ફોગ અને સ્મોગ દિલ્હીમાં પરત ફરવાની શંકા વ્યકત કરાઇ છે. વાતાવરણે આ તમામ શકયતાઓ નકારી છે. હવે ર૮ નવેમ્બર પહેલાં દિલ્હીમાં પ્રદૂષણ વધારે વધવાની શકયતાઓ નથી. ર૮ નવેમ્બર બાદ સ્થિતિ ગંભીર થઇ શકે છે. નિષ્ણાતોની વાત માનીએ તો દિલ્હીમાં પહાડોની ઠંડક આવતી રહેશે. આ કારણે સ્થિતિ બદલાશે.

હવાથી ગતિ આ દરમિયાન નવથી બાર કિ.મી.ની રહેશે. સ્કાઇમેટના ચીફ મેટ્રોલોજીસ્ટ ડો.મહેશ પલાવતે જણાવ્યું કે શકયતા હતી કે દિલ્હીમાં હજુ ઉત્તર અને પશ્ચિમી હવાઓ જારી રહે. તેની સ્પીડ પણ ઠીકઠાક જળવાઇ રહે. આ કારણે ધુમ્મસ જળવાયેલું રહેશે, પરંતુ ર૮ નવેમ્બરથી દ‌િક્ષણ-પૂર્વ અને દ‌િક્ષણ-પશ્ચિમ હવાઓ દિલ્હીમાં ચાલશે. જેના કારણે વાતાવરણમાં ભેજ વધવાની શકયતાઓ છે. ત્યાર બાદ ફોગ અને સ્મોગ કમબેક કરશે.

મોસમ વિભાગના જણાવ્યા અનુસાર ર૬ નવેમ્બર પહેલાં ધુમ્મસ છવાઇ જવાની આશંકા નથી. હજુ પણ હવાઓની ગતિ આ પ્રકારની જ રહેશે. પ્રદૂષણના સ્તરની વાત કરીએ તો દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષણ અત્યંત ખરાબ શ્રેેણીમાં ચાલી રહ્યું છે. સીપીસીબીના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીનો એર ઇન્ડેકસ ૩ર૦ રહ્યો. આનંદ વિહાર, ડીટીયુ અને ગાઝિયાબાદમાં એક અઠવાડિયા બાદ એર ઇન્ડેકસ ફરી એક વખત ૪૦૦ને ટચ કરી ગયો.

સીપીસીબીના જણાવ્યા અનુસાર આનંદ વિહારનો એર ઇન્ડેકસ ૪૦૩, ડીટીયુનો ૪૦૩ અને ગાઝિયાબાદનો ૪૧૮ નોંધાયો. કેટલાક સ્થળોએ હવા ફરી એક વાર ઝેરીલી થવા લાગી છે. હજુુ પણ દિલ્હીના મોટા ભાગના સ્થળોએ પીએમ ર.પની માત્રા ૩થી૪ ગણી વધુ ચાલી રહી છે.

You might also like