એક કરોડ આપ, IPS સહિત અધિકારીઓને પહોંચાડવાના છે

અમદાવાદ: અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા એક સ્ક્રેપના વેપારીએ આઇપીએસ ઓફિસરના નામે વકીલ સહિત ત્રણ શખસોએ એક કરોડની ખંડણી માગી હોવાનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ એટીએસ તથા ક્રાઇમ બ્રાંચમાં કરી છે. બંને એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

ખાનપુર વિસ્તારમાં આવેલા આરજુ સેન્શનમાં રહેતા 40 વર્ષીય સિરાજ મોહંમદ સૈયદ સ્ક્રેપનો વેપાર કરે છે. તેમણે એટીએસ તથા ક્રાઇમ બ્રાંચમાં તેમના પિતારાઇ ભાઇ, વકીલ અને અન્ય એક શખ્સ વિરુદ્ધમાં એક કરોડની ખંડણી માગવાની ફરિયાદ આપી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સિરાજના પિતરાઇ ભાઇને વર્ષ 2001માં ‌િબ‌િલ્ડંગ તોડવા તથા કાટમાળ ઉપાડવા મુદ્દે નોકરી પાવી હતી, જોકે બેદરકારી બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

ત્રણ વર્ષ પહેલાં સિરાજના પિતરાઇ ભાઇની આર્થિક સ્થિ‌િત ખરાબ હોવાના કારણે સિરાજે તેમને ત્રણ લાખ રૂપિયાની સહાય કરી હતી, જોકે સિરાજે તે રૂપિયા તેના પિતરાઇ ભાઇ પાસે માગતાં પારિવા‌િરક સંબંધો તૂટી ગયા હતા. ત્યારબાદ અવારનવાર સિરાજને તેનો ભાઇ આઇપીએસ ઓફિસર સાથે સંબંધ હોવાથી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.

થોડાક સમય પહેલાં સિરાજના પિતરાઇ ભાઇ સાથે એક વકીલ અને અન્ય એક શખ્સે ભેગા મળીને સિરાજ પાસેથી એક કરોડની ખંડણી માગી હતી. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે એક કરોડ રૂપિયામાંથી થોડોક હિસ્સો આઇપીએસ ઓફિસર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પહોંચાડવાનાે હોવાનું પણ જણાવ્યું હતું આ મુદ્દે એટીએસના ડીવાયએસપી કે.કે. પટેલે જણાવ્યું છે કે ફરિયાદીની અરજી પર તપાસ ચાલુ છે.

મહારાષ્ટ્રના ધુ‌િલયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ખોટો ઇલ્જામ મૂક્યો હતો
મહારાષ્ટ્રના ધુ‌િલયા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતાં ધુ‌િલયા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં આરોપીઓએ આ ચોરીનો મુદ્દામાલ ‌િસરાજને વેચ્યાે હોવાની કબૂલાત કરતાં ધુ‌િલયા પોલીસે ‌િસરાજને બોલાવ્યો હતો, જોકે પોલીસે ચોરીના ગુનામાં તેની સંડોવાણી ના હોવાના કારણે તેનો જવાબ લઇને જવા દીધો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે એક આઇપીએસ ઓફિસરના ઇશારે ખોટી રીતે કેસમાં સંડોવણી કરવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ગત 14 ઓક્ટોબર, 2015ના રોજ સિરાજની પુત્રીનાં લગ્ન હતાં. આ લગ્નમાં તેના પિતરાઇ ભાઇએ બબાલ ઊભી કરવાની અને દુલ્હાને ઉઠાવી જવાની ધમકી આપી હતી, જેના કારણે સિરાજ અને તેનાં પરિવારજનોએ લગ્નમાં કોઇ આપત્તિ ના આવે તે માટે પ્રોટેક્શન માગ્યું હતું અને અરજી કરી હતી.

You might also like