ગુગલની કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યા બાદ જીવતી સળગાવાઇ

વોશિંગ્ટન : અમેરિકાનાં મેસેચ્યુસેટ્સ સ્ટેટનાં પ્રિન્સટન શહેરમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ જીવતી સળગાવી દેવાની ઘટનાં બની છે. જેનાં પગલે સમગ્ર અમેરિકા જ નહી પરંતુ વિશ્વમાં પણ તેનાં પડધા પડ્યા છે. ગુગલની હેલ્થકેર વિભાગમાં કામ કરતી વેનેસા મર્કોટનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ તપાસ કરતા સમગ્ર ઘટનાં પ્રકાશમાં આવીહતી. જેનાં કારણે પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, 27 વર્ષીય વેનેસા ન્યૂયોર્ક ખાતે આવેલ ગુગલની ઓફીસમાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. તે વિકએન્ડ પરિવાર સાથે મનાવવા માટે ઘરે આવી હતી. રવિવારે મોડી ઉઠ્યા બાદ વેનેસા જોગિંગ કરવા માટે ગઇ હતી. જો કે 4 વાગ્યા સુધી પર નહી ફરતા તેનાં પરિવારે પોલીસને જાણ કરી હતી. રવિવારે રાત્રે 8 વાગ્યે તેનો મૃતદેહ બ્રુક સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો.

વેનિસાનું મોઢુ, હાથ અને પગ સંપુર્ણ રીતે બળી ચુક્યા હતા. તેનો દેહ ખુબ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. જો કે મૃત્યુ અંગેનું કારણ દાઝવાનાં કારણે છે તે અંગે પોલીસ અસમંજસમાં છે. હાલ પોલીસ એટોપ્સી રિપોર્ટની રાહ જોઇ રહી છે. ગુગલે વેનેસાનાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. વેનેસાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તે ન્યૂયોર્ક ખાતેની ગુગલ ઓફીસમાં છેલ્લા 2 વર્ષથી કામ કરી રહી હતી.

You might also like