પઠાણકોટમાં પાક.ના આતંકીઓએ જ હુમલો કર્યો હતોઃ સૈફુલ્લાહ

નવી દિલ્હી : પાકિસ્તાનની સરકાર એક બાજુ પઠાણકોટ આતંકી હુમલાની બાબતમાં ભારતના ઈનપુટ્સ પર કાર્યવાહી કરીને જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે, તો બીજી બાજુ જૈશના જ એક આતંકીએ ચેતવણી આપી છે કે પાકિસ્તાનના મુજાહિદ્દીનો ભારત પર હુમલા ચાલુ રાખશે. એક અંંંગ્રેજી અખબાર સાથે ફોન પર વાતચીતમાં જૈશના આતંકી સૈફુલ્લાહ ખાલિદે જણાવ્યું હતું કે હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોય કે ન હોય, પરંતુ એક વાત ચોક્કસ છે કે તેઓ પાકિસ્તાનના જ મુજાહિદ્દીનો હતા અને પાકિસ્તાન સાથે સંકળાયેલા હતા.

તેણે જણાવ્યું હતું કે અમે કાશ્મીરમાં અમારી જેહાદ જારી રાખીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પઠાણકોટ હુમલા માટે જૈશ-એ-મોહમ્મદ અને તેના વિદ્યાર્થી સંગઠન અલ-રહમત ટ્રસ્ટનો હાથ હોવાનું બહાર આવ્યું છે. આઝાદ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી વાતચીત કરતાં ખાલીદે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવતાં પાકિસ્તાની આતંકીઓમાંનો તે એક છે અને અલ રહમત સાથે સંકળાયેલો છે.

ખાલિદ જમ્મુ કાશ્મીરમાં ઝડપાયો હતો અને ૧૪ વર્ષની જેલની સજા કાપ્યા બાદ તેને ૨૦૦૭માં પાકિસ્તાન પરત મોકલી આપવામાં આવ્યો હતો. ખાલિદે એવો પણ પર્દાફાશ કર્યો છે કે જૈશના ખૈબર પખ્તુનવા પ્રાંતના બાલાકોટ વિસ્તારમાં આતંકીઓની તાલીમ શિબિર ચાલે છે. જ્યારે બહાવલપુરમાં આતંકી સંગઠન પોતાની માત્ર સભાઓ યોજે છે. તેમણે જણાવ્યું હતું કે સમયાંતરે જૈશ પોતાનાં ટ્રેઈનિંગ કેમ્પની જગ્યા બદલે છે

You might also like