મલેશિયામાં મેદસ્વી પોલીસોને પાતળા થવા અલ્ટિમેટમ અપાયું

લંડન: પોલીસે ફિટ અને હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી હોય છે. તેમ છતાં પણ બેઠાડું જીવનના કારણે પોલીસોમાં મેદ‌િસ્વતા વધી ગઈ છે. મલેશિયામાં લગભગ ૧૦ ટકા ફોર્સ મેદસ્વી હોવાનું માનવામાં અાવે છે. તાજેતરમાં અહીંની પોલીસને અલ્ટિમેટમ અાપવામાં અાવ્યું છે કે બોડીનો અાકાર સુધારો અથવા તો પ્રમોશનની રેસમાંથી બહાર નીકળો. મલેશિયામાં ૧.૨૨ લાખ પોલીસ અોફિસરમાંથી લગભગ ૧૧,૦૦૦ કર્મચારીઅો મેદસ્વીની કેટેગરીમાં અાવે છે. ત્યાંની સરકારે એક નોટિસ બહાર પાડી છે કે જે પોલીસ કર્મચારી જરૂર કરતાં વધુ વજન ધરાવતો હશે તેને પ્રમોશન અાપવામાં નહીં અાવે. અા કારણે પોલીસો હવે ફિટ થવા મેદાને પડ્યા છે.

You might also like