૨૬/૧૧ પહેલા હુમલાના બે પ્રયાસ થયા હતાઃ હેડલી

નવી દિલ્હી : મુંબઈ હુમલાના મામલે લશ્કરી ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલીએ કોર્ટને તે તમામ વાતો જણાવી જે ફકત ચોંકાવનારી જ નહીં પરંતુ પાકિસ્તાનની મદદથી કેવી રીતે લશ્કરે મુંબઇને હચમચાવ્યં તેની જાણકારી સામે આવી રહી છે. કોર્ટમાં ગવાહી દરમ્યાન હેડલીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, લશ્કરનો મુખ્ય હાફિઝ સઇદના ઇશારે જ મુંબઇ હુમલાઓને અંજામ આપવામાં આવ્યો. તે દરેક સમયે એક-એક ઘટનાક્રમની જાણકારી લઇ રહ્યો હતો. તે હાફિઝ સઇદથી પ્રભાવિત થઇને લશ્કરમાં સામેલ થયો હતો.

હાફિઝના નેતૃત્વમાં ભારત પર ત્રાસવાદી હુમલાની સંપૂર્ણ કાવતરું ઘડવામાં આવ્યું હતું. ર૦૦રમાં પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કરમાં સામેલ થયો હતો અને ત્રાસવાદીનો પહેલો પાઠ ભણ્યો હતો.નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા મામલામાં મુખ્ય સાક્ષી અને ખતરનાક ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલીએ આજે જુબાની આપતી વેળા અનેક  ચોંકાવનારા ધડાકા કર્યા હતા. હેડલીએ કહ્યું હતું કે, મુંબઈ હુમલાને અંજામ આપતા પહેલા લશ્કરે તોઇબા દ્વારા બે પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મુંબઈની ખાસ અદાલતમાં આવતીકાલે પણ તેની જુબાનીનો દોર જારી રહેશે. આવતીકાલે સવારે ૭ વાગ્યાથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની આગળ વધશે. જુબાની દરમિયાન હેડલીએ મુંબઈ હુમલાની યોજના અને ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી જે ભારતીય ઇન્ટેલીજન્સ સંસ્થાઓને ચોંકાવી શકે છે. હેડલીએ કહ્યું હતું કે, મુંબઈ હુમલા પહેલા બે વખત પ્રયાસ કરાયા હતા જે પૈકી પ્રથમ પ્રયાસ સપ્ટેમ્બર ૨૦૦૮માં કરાયો હતો જે નિષ્ફળ ગયો હતો.

કારણ કે બોટ ચટ્ટાન સાથે ટકરાઈ ગઇ હતી અને તમામ વિસ્ફોટકો અને હથિયારો નષ્ટ થઇ ગયા હતા. જો કે, ત્રાસવાદીઓ બચી ગયા હતા. હેડલીએ કહ્યું હતું કે, બીજો પ્રયાસ એક મહિના મોડેથી કરવામાં આવ્યો હતો. આજ લોકો હતા. બીજો પ્રયાસ કઇ રીતે અને કેમ કરાયો હતો તે અંગે માહિતી આપી ન હતી. હું પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં પાંચથી છ ત્રાસવાદી કેમ્પમાં સામેલ થયો. તે કેમ્પમાં હું દૌશ-એ-સુફા,  દૌશ-એ-આમ, દૌશ-એ-ખાસ અને દૌશ-એ-રિબાતના પ્રમુખોને મળ્યો.

આ કેમ્પોમાં હું હાફિઝ સઇદ અને જકીઉર રહેમાન લખવીને મળ્યો. જે ધાર્મિક તકરીરો કર્યા કરતા હતાં. સઇદ અને લખવીને હંમેશા એમજ કહેતા હતા કે ભારત મુસલમાનનું દુશ્મન છે. હેડલીએ કહ્યં કે, કાશ્મીર જઇને તેઓ ભારતીય સેનાની સાથે લડવા માંગતો હતો પરંતુ લખવીએ કહ્યું કે, તારી ઉંમર ખુબ જ વધારે છે તું આ પ્રકારનું કાર્ય કરી શકશે નહિ તું કોઇ મોટા હેતુ માટે કાર્ય કરવું જોઇએ. સરકારી વકીલ ઉજવલ નિકમે જયારે પૂછ્યું કે, તારી નજરમાં જેહાદનો અર્થ શું છે, તો હેડલીએ કહ્યું કે, મુસલમાનના દુશ્મનોની સાથે લડાઈ લડવી એ તેની નજરમાં જેહાદ છે.

ડેવિડ હેડલીએ સ્વીકાર કર્યો છે કે, તેણે ભારતમાં ઘુસવા માટે નકલી પાસપોર્ટ બનાવ્યા બાદ તેણે આઠ વખત ભારતની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તે સાત વખત મુંબઇ આવ્યો હતો. તેણે છેલ્લે ર૦૦૯માં મુંબઇની મુલાકાત લીધી હતી. એનો અર્થ એ છે કે, ર૬/૧૧ હુમલા બાદ પણ ત્રાસવાદી ડેવિડ હેડલી ભારત આવ્યો હતો. હેડલીએ અદાલત સમક્ષ સ્વીકાર કર્યો છે કે, હું તોઇબાનો કટ્ટર સમર્થક છું. હેડલીએ કહ્યું છે કે, તેણે તોઇબાના જ ત્રાસવાદી સાજીદ મીરની મદદથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.

હેડલીએ કહ્યું હતું કે, મુંબઇ હુમલા બાદ પણ હું ૭ માર્ચ ર૦૦૯ના રોજ લાહોરથી દિલ્હી આવ્યો હતો.

હેડલીએ ખુલાસો કર્યો હતો કે, સાજીદ ઇચ્છતો હતો કે, ભારતમાં હું બિઝનેસ ઊભો કરું. હું મારું નામ બદલ્યાના થોડા સપ્તાહ બાદ ફરી પાકિસ્તાન ગયો હતો. તે પછી મેં બધી માહિતી સાજીદ મીરને આપી હતી. સાજીદ પાક. આર્મીનો મેજર છે અને તે તોઇબા સાથે સંકળાયેલો છે. સાજીદે મને મુંબઈનો વીડિયો બનાવવાનું કહ્યું હતું અને અનેક જગ્યાઓની રેકી કરી માહિતી એકઠી કરવા કહ્યં હતું.

હેડલીએ એવી પણ કબૂલાત કરી છે કે, મેં પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. હેડલીના વકીલ રામ જેઠમલાણી છે, જયારે સરકાર તરફથી ઉજવલ નિકમ છે.આ પહેલો મોકો છે કે, જયારે ભારતમાં કોઈ મામલામાં વિદેશથી વીડિયો કોન્ફરન્સિંગ થકી ગવાહી લેવાતી હોય. ખતરનાક ત્રાસવાદી ડેવિડ હેડલીની જુબાનીની પ્રક્રિયા આજે સવારે શરૂ થઇ હતી. તેને વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેની જુબાની ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

પ્રથમ કોઇ મામલામાં વિદેશથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આરોપીની જુબાની લેવામાં આવી રહી છે. ડેવિડ હેડલી મુંબઇ હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તરફથી સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમ રજૂઆત કરી રહ્યા છે. ત્રાસવાદી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં હેડલીની ભૂમિકા હતી. પાકિસ્તાની અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ આખરે ૨૬-૧૧ મુંબઈ હુમલામાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી લીધી છે.

ગઇકાલે  અમેરિકન કોર્ટ સમક્ષ હેડલીએ જુબાની આપી હતી જેમાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી હતી. હેડલીએ એમ કહીને પાકિસ્તાન સરકારની મુશ્કેલી વધારી દીધી છે કે, મુંબઈ હુમલાને પાકિસ્તાન સરકારની મદદથી અંજામ આપવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન હેડલીએ એવી કબૂલાત પણ કરી છે કે, પાકિસ્તાનના આઈએસઆઈના મેજર ઇકબાલ અને સમીર અલી દ્વારા સમગ્ર મામલાને હાથ ધરવામાં આવ્યો હતો. લશ્કરે તોઇબાના ઝાકી ઉર રહેમાન લખવીની પણ આમા ભૂમિકા હતી.

લખવીનો હેન્ડલર આઈએસઆઈનો બ્રિગેડિયર હતો. મુંબઈ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાની વાત કરતા હેડલીએ એમ પણ કહ્યું હતું કે, ૨૦૦૮માં ભારતમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં પાકિસ્તાન સરકારની પણ સીધી ભૂમિકા હતી. આજે વિડિયો કોન્ફરન્સિંગ પ્રક્રિયા શરૂ થયા બાદ થોડાક દિવસ સુધી જારી રહે તેવી શક્યતા છે. હેડલી ઉપર મૂળભૂતરીતે ભારત સામે આતંકવાદી ગતિવિધિઓ તૈયાર કરવા અને તેને અંજામ આપવા માટે ૧૧ મામલામાં આરોપો ઘડવામાં આવ્યા હતા.

હેડલી હાલમાં અમેરિકાની કોર્ટમાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. હેડલીએ શરૂઆતમાં કોર્ટ સમક્ષ જુબાની આપતી વેળા વધારે માહિતી આપી ન હતી. એનએસએ દોવલ આ કેસમાં હેડલીને સાક્ષી બનાવી લેવામાં સફળ થઇ શકે છે.

You might also like