26/11 મુંબઇ હુમલાની આજે આઠમી વરસી, હુમલાનો માસ્ટરમાઇન્ડ પર ક્યારે સંકજો?

મુંબઇમાં 26/11 આતંકી હુમલાને આઠ વર્ષ થઇ ગયા. 26 નવેમ્બર 2008માં આજની તારીખે જ જ્યારે મુંબઇમાં કરાયેલા આતંકી હુમલાથી દેશ ચોંકી ઉઠ્યું હતું. માયાનગરી મુંબઇમાં આઘાત અને મોત દેખાઇ રહી હતી. આ આતંકી હુમલાને આઠ વર્ષ થઇ ગયા હોવા છતાં હુમલાનો માસ્ટરમાઇન્ડ આજે પણ બેખોફ બહાર ફરી રહ્યો છે. 26 નવેમ્બર 2008ની તે રાત્રીએ લશ્કર-એ-તોયબાના 10 આતંકીઓ સમુદ્રના રસ્તે મુંબઇમાં દાખલ થયા હતો અને 166 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે આ આતંકી હુમલામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભારતીય સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા જેમાં અજમલ કસાબ જીવિત પકડાયો હતો.

મુંબઇ હુમલાની સુનાવણી પછી કસાબને 21 નવેમ્બર 2012માં ફાંસી આપવામાં આવી હતી. જ્યારે હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આતંકનું તાંડવ મુંબઇ રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસથી શરુ થયું હતું. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન સિવાય આતંકીઓના નિશાન પર તાજ હોટલ, હોટલ ઓબોરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઇના ઘણા સ્થાનો રહ્યાં હતા. એકસાથે ઘણી બધી જગ્યાઓ પર આતંકી હુમલાના કારણે અંદાજો લગાવી શકાતો નહોતો કે કેટલા આતંકીઓ શહેરમાં ઘુસ્યા છે. મુંબઇની તાજ હોટલમાં આતંકીઓએ ત્યાંના લોકોને બંધક બનાવી લીધા હતા. જેમાં સાત વિદેશી નાગરીકનો પણ સમાવેશ હતો. તાજ હોટલની હેરીટેજ વિંગમાં આગ લગાવામાં આવી હતી.

home

You might also like