26/11:માત્ર ૧૧ મિનિટમાં સાત પ્રચંડ બ્લાસ્ટ થયા હતા

મુંબઈ : મુંબઈની એક ખાસ મકોકા અદાલતે આજે ૧૧મી જુલાઈ ૨૦૦૬ના દિવસે થયેલા ટ્રેન બ્લાસ્ટ મામલામાં સંડોવાયેલા ૧૩ આરોપી પૈકીના ૧૨ને અપરાધ જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એકને નિર્દોષ જાહેર કર્યો હતો. આ બનાવના નવ વર્ષ બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. સાત કિલો આરડીએક્સ બોંબ વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં ૧૮૮ લોકોનાં મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

મુંબઈમાં લોકલ ટ્રેનમાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા અને સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. ૧૧મી જુલાઈ ૨૦૦૬ના દિવસે સાંજના અતિ વ્યસ્ત કલાક દરમિયાન સાત આરડીએક્સ ભરેલા બોમ્બ બ્લાસ્ટ થયા હતા. માત્ર આઠ મિનિટના ગાળામાં જ માટુંગા, ખાર, બાંદ્રા, બોરીવલી અને માહી સ્ટેશન નજીક સાત ટ્રેનમાં ફસ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટના કારણે ચારે બાજુ રક્તપાતની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

માત્ર અગિયાર મિનિટના ગાળામાં જ પ્રચંડ બ્લાસ્ટ થતાં સુરક્ષા જવાનોને પણ સમય મળ્યો ન હતો અને ટૂંકાગાળામાં ૧૮૮ લોકોના મોત થઈ ગયા હતા અને સૈંકડો લોકો ઘાયલ થયા હતા. બોમ્બ બ્લાસ્ટ કરવા માટે ૨.૫ કિલોગ્રામ આરડીએક્સ અને એમોનીયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વેસ્ટન લાઈન પર દોડતી ટ્રેનોમાં આ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

માટુગા રોડ, માહી, બાંદ્રા, ખાર, જોગેશ્વરી, ભયંદર અને બોરિવલીમાં આ બ્લાસ્ટ થયા હતા. તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યું હતું કે સત્તાવાળાઓ પાસે કેટલીક માહિતી આવી હતી પરંતુ સમય અંગે જાણકારી થઈ ન હતી. મુંબઈમાં આ હુમલો શ્રીનગરમાં ગ્રેનેડ હુમલા બાદ કરવામાં આવ્યો હતો.  સાત આરડીએક્સ બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં આ બ્લાસ્ટ થયા હતા. જેમાં મોટી ખુંવારી થઈ હતી.

You might also like