ગણતંત્ર દિવસે સર્જિકલ સ્ટ્રાઈકમાં વપરાયેલાં હેલિકોપ્ટર-વિમાનના કરતબ દર્શાવાશે

નવી દિલ્હી: આગામી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં સર્જિકલ સ્ટ્રાઈકમાં જે હેલિકોપ્ટર અને વિમાનનો ઉપયોગ થયો હતો તે સ્વદેશી હેલિકોપ્ટર રુદ્ર અને ધ્રુવ રાજપથ પર કરતબ દર્શાવતાં જોવા મળશે, જેમાં સ્વદેશમાં ડિઝાઈન, ડેવલપ અને હથિયારથી સજજ એડ્વાન્સ હળવાં વિમાન દેશ અને દુનિયાને કરતબ દર્શાવતાં જોવા મળશે.

ગત વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તે હેલિકોપ્ટર રુદ્રનો પ્રવેશ થયો હતો. સંરક્ષણ મંત્રાલયના માલિકીવાળા હિન્દુસ્તાન અેરોનોટિકસ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા આ હોલિકોપ્ટરનો ઉપયોગ ફ્રેબ્રુઆરી-2013થી સેના કરી રહી છે. આ રુદ્ર હેલિકોપ્ટરમાં નાગ મિસાઈલ સિસ્ટમ સામેલ છે. ગત સાલ સપ્ટેમ્બરમાં એલઓસી પાર કરી પીઓકેમં સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ ધ્રુવ હેલિકોપ્ટરનો ઉપયોગ થયો તેને આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરવામાં આવશે.

આ હેલિકોપ્ટર દેશમાં જ બનેલું છે, જ્યારે યુદ્ધવિમાન તેજસ પણ ભારત દ્વારા જ બનાવવામાં આવતાં એક હળવા અને અનેક પ્રકારની ભૂમિકા નિભાવનારાં જેટ યુદ્ધવિમાન છે. હિન્દુસ્તાન એરોનોટિકસ લિ‌િમટેડ દ્વારા વિકસાવાયેલા એક સીટ અને એક એન્જિનવાળા વિમાન અનેક ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પૂંછડી વિનાનું કમ્પાઉન્ડ ડેલ્ટા પાંખવાળું વિમાન છે. તેનો સમાવેશ હળવા યુદ્ધવિમાન અથવા એલઓસી નામના કાર્યક્રમ હેઠળ થયો છે. જે 1980ના દાયકામાં શરૂ થયો હતો. વિમાનનું સત્તાવાર નામ તેજસ ૪ મે, 2003ના રોજ તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ રાખ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like