રેલવેમાં પડી છે Bumper Vacancy: જાણો શું છે વિગત…

ભારતીય રેલવેમાં અંદાજે 90 હજાર કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂકરવામાં આવી છે. ભરતીમાં આસ્ટિટન્ટ લોકો પાઇલટ, ટેકનિશિયન, ગેંગમેન, સ્વિચમેન, ટ્રેકમેન, કેબિનમેન, વેલડર્સ, હેલ્પર્સ અને પોર્ટર્સની જગ્યા બહાર પાડવામાં આવી છે. એવુ માનવામાં આવે છે કે સરકાર આ ભરતી વિપક્ષની આલોચનાનો જવાબ આપી રહી છે.

વિપક્ષ એનડીએ સરકાર પર રોજગાર માટે પર્યાપ્ત તક નહી આપતી હોવાને લઇને સતત હુમલો કરી રહી છે. તો બીજી તરફ રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાનો હેતુ રેલવેની સુરક્ષાને મજબુત કરવાનો છે. ગત થોડા સમયથી રેલવેમાં દૂર્ઘટના વધી રહી છે. એવામાં રેલવેમાં દૂર્ઘટનાઓને ટાળવા રેલ પ્રધાન પિયુષ ગોયલની પ્રાથમિકતા છે.

આ બધી ભરતી લગભગ સુરક્ષા સંબંધિત શ્રેણીમાં કરવામાં આવી રહી છે. રેલવેમાં સુરક્ષાથી સંબંધિત અંદાજે 1.2 લાખ જગ્યા ખાલી પડેલ છે. રેલવે સૌથી વધારે ગ્રાઉન્ડ લેવલ વર્કફોર્સની ભરતી કરીને સેફટી ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રેલવેની ડી કેટેગરીમાં 63,000 નોકરીઓ માટે નોટિફિકેશન રજૂ કરવામાં આવી છે, જેમાં ગેંગમેન, ટ્રેકમેન તેમજ અન્ય પદનો સમાવેશ થાય છે. તે સિવાય લોકો પાયલોટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ્સની 26, 000 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે.

You might also like