મુંબઇ હુમલાના આરોપી હેડલી પર શિકાગો જેલમાં હુમલો, હાલત ગંભીર

મુંબઇ આતંકી હુમલો 26/11ના આરોપી ડેવિડ હેડલી પર અમેરિકાની શિકાગો જેલમાં જાનલેવા હુમલો થયો છે. જેમાં હેડલીને ગંભીર ઇજા પહોંચી છે. હેડલીને શિકાગોની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ખરેખર જેલમાં બે કેદીઓએ હેડલી પર 8 જુલાઇના રોજ હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકન નાગરિક હેડલી પાક્સિતાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની સાથે કામ કરતો હતો અને 26/11 મુંબઇ હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડમાં તે એક છે. એક મળતા અહેવાલ મુજબ શિકાગોની જેલમાં બે કેદીઓ 8 જૂલાઇના રોજ હેડલી પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ હેડલીને શિકાગોની હોસ્પિટલમાં તબીબી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તેને આઇસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. જે લોકોએ હેડલી પર હુમલો કર્યો હતો તે બંને ભાઇઓ અને પોલીસકર્મીઓ પર હુમલો કરવાના આરોપ હેઠળ જેલમાં બંધ છે.

ઉલ્લેખનીય છે કે હેડલી સપ્ટેમ્બરની 2006થી જુલાઇ 2008ની વચ્ચે પાંચ વખત ભારત આવ્યો હતો. આ સાથે તેણે પાકિસ્તાન જઇને લશ્કરના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. મુંબઇ આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ હોવાના કારણે 24 જાન્યુઆરી 2013માં અમેરિકી સંઘીય કોર્ટે તેને દોષી કરાર કર્યો હતો અને 35 વર્ષની સજાનું એલાન કર્યું હતું.

divyesh

Recent Posts

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

1 min ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

9 mins ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

18 mins ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

21 mins ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

21 mins ago

પત્રકાર મર્ડર કેસમાં આજે રામરહીમને સજા સંભળાવાશે

ચંડીગઢ: પંચકુલાની સીબીઆઈ કોર્ટ આજે પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામરહીમ સહિત અન્યને સજા સંભળાવશે.…

34 mins ago