26/11 મુંબઇ હુમલો: પાકિસ્તાનની કોર્ટે લખવી વિરૂદ્ધ જાહેર કરી નોટીસ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એન્ટી-ટેરેરિઝમ કોર્ટે બુધવારે લશ્કર કમાંડર જકીઉર રહેમાન લખવી સહિત 2008 મુંબઇ હુમલાના 7 આરોપીઓ વિરૂદ્ધ નોટીસ જાહેર કરી હતી. જો કે મુંબઇ હુમલા દરમિયાન લશ્કરના 10 આતંકવાદીઓએ બોટનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનની કોર્ટે આ બોટની તપાસ માટે પરવાનગી માંગી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે લખવી સહિત 7 આરોપીઓ વિરૂદ્ધ નોટીસ જાહેર કરી.

સુનાવણી બાદ કોર્ટેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઇસ્લામાદની આતંકવાદ-નિરોધી કોર્ટે રાવલપિંડીના આદિયાલા જેલમાં મુંબઇ કેસની સુનાવણી અને સાત આરોપીઓ તથા ફરિયાદ પક્ષને નોટિસ જાહેર કરી છે, કરાંચીની નજીક ઉભેલી અલ-ફૌજ હોળીની તપાસને લઇને તેમની દલીલો માંગી.’ તેમણે કહ્યું કે ફરિયાદી અને બચાવ પક્ષ બંનેને લઇને વકીલ કેસની આગામી સુનાવણીના દિવસે પોતાની દલીલો રજૂ કરશે. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.

ઇસ્લામાબાદ હાઇકોર્ટે મુંબઇ હુમલાના કેસમાં અલ-ફૌજની તપાસ માટે કમિશનને કરાંચી નહી જવા દેવા માટે નિચલી કોર્ટના નિર્ણયને ગત મહિને નકારી કાઢી દીધો હતો. હાઇકોર્ટે નિચલી કોર્ટના નિર્ણયને દોષપૂર્ણ અને કાનૂના અનુસાર ગણાવ્યો ન હતો અને અલ-ફૌજની તપાસની પરવાનગી આપી દીધી. પ્રોસિક્યૂશને અનુરોધ કર્યો છે કે બોટને કેસની પ્રોપટી ગણાવામાં આવે. અલ-ફૌજ કરાંચીમાં પાકિસ્તાની અધિકારીઓની નજર હેઠળ રહેશે.

હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને લગભગ એક વર્ષ પહેલાં જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. અત્યારે કોઇ અજ્ઞાત સ્થળે રહે છે. આતંકવાદી ક્સાબે આપેલા પોતાના નિવેદનમાં આતંકવાદના માસ્ટરમાઇન્ડ લખવીનું નામ લીધું છે. કસાબે કહ્યું હતું કે તેણે હુમલા માટે ઉશ્કેર્યા હતા. ત્યારબાદથી ભારત સતત લખવી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.

પાકિસ્તાનથી આવેલા 10 આતંકવાદીઓએ નવેમ્બર 2008માં મુંબઇમાં ઘુસીને નરસંહારને અંજામ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને એકને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાનૂની પ્રક્રિયા હેઠળ ફાંસી લટકાવી દેવામાં આવ્યો.

You might also like