મુંબઈના શખસની કાલુપુરના વેપારી સાથે રપ,૩ર,૮૯૦ની છેતરપિંડી

અમદાવાદ : શહેરના કાલુપર વિસ્તારમાં આવેલી સુપર માર્કેટમાં વેપાર કરતાં વેપારી પાસેથી મુંબઈનો શખસ લેડિઝ ગારમેન્ટ તેમજ કાચુ મટિરિયલ લઈ ગયો હતો. ત્યાર બાદ નિયત સમયમાં આ માલની ખરીદી પેટેની રૂ. રપ,૩ર,૮૯૦ની રકમ નહીં ચૂકવીને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં સાધુ વાસવાની સ્કૂલની બાજુમાં આવેલી મહારથી સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ રાજાણીએ કાલુપુર પોલીસમથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦/૧૦/ર૦૧પથી તા.૦૧/૧ર/ર૦૧પ દરમિયાન મુંબઈ ખાતેમહાલક્ષ્મી ટેક્સટાઇલ નામની પેઢીના માલિક એવા વિકાસ જૈન-ચોપરા (રહે. દરિયા મહેલ, દુકાન નંબર-૧, પહેલા માળે, કાલબાદેવી રોડ, મુંબઈ) નામનો શખસ ફરિયાદની કાલુપરમાં સિંધી ધર્મશાળા પાસે કે.જી. વાલા સુપર માર્કેટમાં આવેલી આરાધના ક્રિએશન નામની દુકાને આવ્યો હતો.

આ સમય દરમિયાન આરોપી વિકાસ જૈને લેડિઝ ગારમેન્ટ અને કાચું મટિરિયલ મળીને કુલ રૂ. રપ,૩ર,૮૯૦/નો માલ ખરીદ કરી લઈ ગયો હતો. આ માલની ખરીદીની રકમને આરોપી હજુ સુધી ચૂકવણી નહીં કરીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે કાલુપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

You might also like