૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોનની જાહેરાત કરનારી વ્યક્તિઅે કંપની જ છોડી દીધી

નોઈડા: થોડા મહિના પહેલાં ૨૫૧ રૂપિયામાં સ્માર્ટ ફોન વેચવાની જાહેરાત કરીને નોઈડાની એક કંપનીઅે ભારત સહિત દુનિયાભરમાં ધમાલ મચાવી હતી. રિંગિંગ બેલ્સ કંપની તરફથી અા જાહેરાત કર્યા બાદ મોહિત ગોયલે હવે ચૂપચાપ અા કંપનીને અલવિદા કહી દીધું છે.

મોહિત ગોયલ અા કંપનીના સંસ્થાપક હતા. રિંગિંગ બેલ્સના મેનેજિંગ ડિરેક્ટર રહેલા મોહિતે હવે એમડીએમ ઇલેક્ટ્રોનિક્સના નામથી નવી કંપનીની શરૂઅાત કરી છે. ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહેલી તેમની પત્ની ધારણાઅે પણ કંપની છોડી દીધી છે.
હાલમાં મોહિતના ભાઈ અણમોલ રિંગિંગ બેલ્સના ઇન્ચાર્જની જવાબદારી સંભાળી રહ્યા છે. કંપનીઅે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું કે મોહિતના સ્થાને કંપનીમાં તેની તમામ જવાબદારીઅો હવે અણમોલ નિભાવશે. મોહિત અને ધારણાઅે કંપની છોડવાનું કોઈ મોટું કારણ જણાવ્યું નથી. મોહિત સાથે વાતચીત થઈ શકી નથી, જ્યારે કંપનીના નોઇડા સેક્ટર-૬૨ સ્થિત અોફિસમાં છેલ્લાં બે અઠવાડિયાંથી તાળું લટકી રહ્યું છે.

ફ્રીડમ ૨૫૧ની જાહેરાત બાદ દેશભરમાં લગભગ સાત કરોડ લોકોઅે તેનું બુકિંગ કરાવ્યું હતું અને ૩૦ હજાર લોકોઅે અા માટે એડ્વાન્સ પેમેન્ટ પણ કર્યું હતું. ફોન કરવા માટે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી વગર જ અા પ્રકારની જાહેરાત કરવા માટે કંપનીની ટીકાઅો પણ થઈ હતી. ભારે દબાણ હેઠળ કંપનીએ અેડ્વાન્સમાં લીધેલા પૈસા પણ પાછા અાપવા પડ્યા હતા. કંપનીઅે દાવો કર્યો હતો કે અત્યાર સુધી તાઈવાનથી અોનલાઈન પ્લેટફોર્મ દ્વારા ૭૦ હજાર ફોન મંગાવીને વેચી ચૂકી છે.
http://sambhaavnews.com/

You might also like