રામદેવનગરના ૨૫ ટકા લોકોને હજુ ટેક્સનાં બિલ મળ્યાં નથી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકનો મુખ્ય સ્રોત ઓકટ્રોય નાબૂદ થયા બાદ હવે નાગરિકોનાં નળ, ગટર અને રસ્તાને લગતી પ્રાથમિક સુખાકારીનાં કામોને પૂરા કરવા માટે પ્રોપર્ટી ટેકસની આવક જ કેન્દ્ર સ્થાને રહી છે. જોકે તંત્રના અણઘડ આયોજનના કારણે છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રોપર્ટી ટેકસની આવકનો નિર્ધારિત લક્ષ્યાંક મેળવાતો નથી. એક તરફ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસની આવકનાં ફાંફાં પડી રહ્યા છે તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડની રામદેવનગર વસાહતમાં રપ ટકા નાગરિકોને ટેકસ બિલ મળતાં નથી.

હવે નવા પશ્ચિમ ઝોનના જોધપુર જેવા પોશ વોર્ડમાં આવેલા રામદેવનગર વસાહતના પ્રોપર્ટી ટેકસ બિલનો વિવાદ ચર્ચાસ્પદ બન્યો છે. રામદેવનગર વસાહતના ૭પ ટકા નાગરિકોને જ પ્રોપર્ટી ટેકસના બિલ મળી રહ્યા છે. જ્યારે આશરે રપ ટકા નાગરિક પ્રોપર્ટી ટેકસ બિલથી વંચિત છે. ગત નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬માં નવા પશ્ચિમ ઝોનમાં ચતુવર્ષીય આકારણી કરાઇ હતી. તે વખતેે આ નાગરિકોની મિલકતોની આકારણી ભુલાઇ જવાઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like