અફઘાનિસ્તાન: કાબૂલ યુનિવર્સિટી પાસે આત્મઘાતી હુમલો, 25નાં મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પીડી3માં બુધવારે થયેલા બ્લાસ્ટમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આ બ્લાસ્ટમાં 18 લોકોને ઇજા પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવામાં આવ્યું છે કે આ વિસ્ફોટમાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. આ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા હજી પણ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

એક મળતા અહેવાલ મુજબ બ્લાસ્ટની થોડી મિનીટો બાદ જ જમીન પર ઘણા બધા મૃતદેહો જોવા મળ્યા હતા. સૂત્રોને મળતી જાણકારી મુજબ આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધો હતો, જેના કારણે આટલા લોકોના મોત નિપજ્યાં છે.

ગૃહ મંત્રાલયના નિવેદન મુજબ આત્મઘાતી હુમલાખોર ચાલતો આવ્યો હતો અને પોતાને કાબૂલ યૂનિવર્સિટ પાસે ઉડાવી દીધો હતો. આ બ્લાસ્ટ કાબૂલ યૂનિવર્સિટી અને અલી અબદ હોસ્પિટલ પાસે થયો છે. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. આ વિસ્ફોટ બાદ તે રોડને બ્લોક કરી દીધો છે. જો કે હજુ સુધી કોઇ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

You might also like