નોકરી માટે બેસ્ટ 25 કંપનીમાં 11 કંપનીઓનો કારોબાર ભારતમાં, ગુગલ સતત ચોથા વર્ષે પ્રથમ

નવી દિલ્હીઃ રિસર્ચ એજન્સી ગ્રેટ પ્લેસ ટૂ વર્કમાં નોકરી માટે દુનિયાની 25 ઉમદા મલ્ટિનેશનલ કંપનીઓનું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં 11 કંપનીઓ એવી છે કે જેનો વ્યવસાય ભારતમાં પણ છે. આઇટી કંપની ગુગલ સતત ચોથા વર્ષ પ્રથમ નંબર પર છે. ગ્રેટ પ્લેસ ટૂ વર્ક એજન્સી મલ્ટીનેશનલ કંપનીઓમાં કામની રીતભાત અને તેમણે કર્મચારીઓ માટે શું ઉમદા કર્યું તેની પર રિસર્ચ કરે છે.

એજન્સીના સવાલો પર આ 25 કંપનીના 80 ટકા કર્મચારીઓએ જણાવ્યું છે કે તેઓ કામ અને પરિવારની વચ્ચે સમતુલન રાખી શકવાને કારણે ખુશ છે. જેના માટે દુનિયાભરમાંથી 6 હજારથી વધારે મલ્ટિનેશનલ કંપનીઓના કર્મચારીઓ વચ્ચે સર્વે કરવામાં આવ્યો છે. આ કંપનીઓના લગભગ 91 લાખ કર્મચારીઓ સાથે કંપની અને કામના માહોલ સાથે જોડાયેલા સવાલ પૂછવામાં આવ્યા છે. સર્વેમાં શામેલ થવા માટે કંપનીઓએ એપ્લાય કરવાનું હોય છે.

સર્વેમાં જેન્ડર ઇક્વાલિટી, પર્સનલ સિક્યોરીટી, તેઓ જે જગ્યા પર કામ કરે છે તે જગ્યાનો તેમને ગર્વ છે ફેન્ડલી માહોલ જેવી બાબતો પર કર્મચારીઓના ઓપિનિયન લઇને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આવી કંપનીમાં કર્મચારીની આવડત પ્રમાણે તેને પ્રમોશન આપવામાં આવે છે. સર્વેમાં 25 કંપનીઓમાંથી 11 ભારતમાં વ્યવસાય કરતી કંપનીઓ છે. રિપોર્ટ પ્રમાણે દુનિયામાં મલ્ટિનેશનલ કંપનીઓ સતત સારૂ કરી રહી છે. કામનો માહોલ સારો બની રહ્યો છે. કર્મચારીઓનો કંપની પર સતત ભરોસો વધી રહ્યો છે.

You might also like