25 વર્ષની એક મેયર ચલાવી રહી હતી સરકાર

રિયો ડી જેનેરિયો : બ્રાજીલમાં વોટ્સએપ પર સ્થાનિક સરકારનું કામકાજ ચલાવનારા 25 વર્ષની એક મહિલા મેયર પબ્લિકનાં પૈસાની ઉચાપતનો આરોપ લગાવ્યા બાદ ફરાર થઇ ગઇ છે. બીબીસીનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિડાન લાઇતેએ બ્રાજીલનાં ઉત્તર પશ્ચિમમાં બોમ જાર્ડિન શહેરની સ્થાનીક સરકારનું કામકાજ અધિકારીઓને વોટ્સએપ પર મેસેજ કરીને ચલાવ્યું હતું અને પોતે ત્યાંથી 277 કિલોમીટર દુર લુઇસ હરમાં એશો આરામનું જીવન જીવી રહી હતી.

‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’નાં રિપોર્ટ અનુસાર બ્રાજીલની આ મહિલા મેયર પર શાળાનાં બજેટનાં 40 લાખ ડોલરની ઉચાપત કરવાનો પણ આરોપ છે. વર્ષ 2012માં તેનાં બોયફ્રેન્ડ રોક પર ભ્રષ્ટાચારનાં આરોપનાં કારણે મેયરની ચૂંટણીમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 25 વર્ષીય લિડાનનાં બોયફ્રેન્ડના બદલે ચુંટણી લડી અને જીતી પણ ગઇ હતી. જીત્યા બાદ લિડાને બેટો રોકાને પોતાનાં મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યા હતા.

જો કે વર્ષની શરૂઆતમાં આ જોડાને બ્રેકઅપ થઇ ગયું અને તેની તુરંત બાદ બોટા રોકાએ પોતાનાં પદ પરથી રાજીનામું આપીદીધું હતું. પછી લિડાન પર શાળા બજેટમાંથી પૈસાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારથી જ તેઓ ફરાર છે. 

You might also like