પ્રેમી પ્રમિકાને નિર્વસ્ત્ર કરીને બે દિવસ સુધી ઝાડ સાથે બાંધી રાખ્યા, 24ની ધરપકડ

નવી દિલ્હી: રાજસ્થાનના ઉદેપુર જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં પ્રેમ સંબંધના કારણે ગામના લોકોને એક 26 વર્ષની વિવાહીત યુવતી અને તેના પ્રેમીને નિર્વસ્ત્ર કરીને બે દિવસ સુધી ઝાડ સાથે બાંધેલા રાખ્યા. એટલું જ નહીં પરંતુ જ્યારે છોકરીને છોડાવવા તેની મા અને પરિવારના લોકો આવ્યા તો તેમની સાથે મારામારી કરી. પોલીસે આ બાબતે 24 લોકોની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાનોડ થાના વિસ્તારના કસોટિયા ગામનો આ બનાવ છે. પોલીસે આ બાબતે પહેલા ત્રણ મહિલાઓ સહિત 13 લોકોની અટકાયત કરી હતી. પોલીસ અઘીકક્ષ રાજેન્દ્ર પ્રસાદ ગોયલે જણાવ્યું કે, કસોટિયા ગામની 26 વર્ષની યુવતીના લગ્ન પહેલા ભંવરલાલ સાથે થયા હતા, જો કે મહિલાનું પીપલી ટેકણમાં રહેતા લાલૂ રામ સાથે પ્રેમ સંબંધ હતો. લોકોને જાણકારી મળી હતી કે આ યુવતી લાલૂ રામ સાથે જતી રહી છે. ત્યારબાદ બંનેને 20 જૂને ભટેવર પાસેથી પકડીને કસોટિયા લાવવામાં આવ્યા અને નિર્વસ્ત્ર કરીને ઝાડ સાથે બાંધી દીધા હતાં.

પોલીસે જણાવ્યું કે યુવતીના ઘરના લોકોને માહિતી મળતાં જ તેની મા અને કેટલાક પરિવારના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ ગામના લોકોએ તેમને પણ એક રૂમમાં પૂરી દીધા હતા. કસોટિયા ગામ પહોંચેલા ગોયલના જણાવ્યા અનુસાર, એક જનપ્રતિનિધીએ આ ઘટના માટે સૂચના આપી ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંધકોને મુક્ત કરાવ્યા. પોલીસ બધા 24 લોકોને પૂછપરછ કરી રહી છે.

પીડિત યુવતી અને યુવતીના પરિવારના લોકોએ ફરીયાદ કરવાની ના પાડી છે, ત્યારબાદ કાનોડના પોલીસે કેસ દાખલ કરીને પોતાની રીતે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે.

You might also like