તમિલનાડુમાં વેપારીની કારમાંથી 24 કરોડ રૂપિયાની નોટો જપ્ત

ચેન્નાઇ : તમિલનાડુમાં શનિવારે એક વેપારીની કારમાંથી આવકવેરા વિભાગે 24 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરી કહતી. એક અધિકારીનાં જણાવ્યા અનુસાર વેલ્લોરજિલ્લામાંથી પકડાયેલી તમામ નોટો 2 હજારનાં દરની છે. આવકવેરા વિભાગે કહ્યું કે, અમે લોકોએ વેલ્લોરમાં 24 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. દરોડાની કાર્યવાહીહજી પણ ચાલી રહી છે.

અધિકારીનાં અનુસાર જપ્ત કરાયેલ ભારતીય રિઝર્વ બેંકમાં જમા કરવામાં આવશે. ત્રણ વેપારી વ્યવસાયીઓ જે. શેખર રેડ્ડી, શ્રીનિવાસસાલુ અને પ્રેમના સ્થળો પર પડાયેલા દરોડાનો આ ત્રીજો દિવસ છે.આઠ ડિસેમ્બરથી જ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ શુક્રવારે કહ્યું હતું કે આવકવેરા વિભાગે 96.89 કરોડ રૂપિયા રોકડા 500 અને 1000 રૂપિયાની નોટ જપ્ત કરી છે.

You might also like