સોમાલિયામાં અમેરિકાની બોમ્બવર્ષા અલ-શબાબના 24 આતંકવાદી ઠાર

728_90

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકી સેના એક વાર ફરી સોમાલિયાના આતંકવાદીઓ પર વરસી પડી છે. રિપોર્ટ મુજબ અમેરિકી સેનાએ સોમાલિયામાં ઘણા હવાઈ હુમલા કર્યા, જેમાં ૨૪ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ આતંકવાદી કુખ્યાત આતંકી સંગઠન અલ-શબાબના હતા.

અમેરિકાની આફ્રિકી કમાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્ય સોમાલિયાના હિરાન ક્ષેત્રમાં આતંકવાદીઓના ઠેકાણા પાસે એક દિવસ પહેલાં હુમલો કરાયો હતો. અમેરિકાની સેના સોમાલિયામાં અલ-શબાબના આતંકવાદીઓ પર સતત હુમલા કરતી રહી છે, જેમાં સેંકડો આતંકીઓ મૃત્યુ પામ્યા છે.

આ કાર્યવાહી એ અભિયાન હેઠળ કરાઈ, જેમાં અમેરિકી સેના શબાબ જેહાદ્દી આંદોલનનો મુકાબલો કરવા માટે આફ્રિકી સંઘ અને સોમાલી રાષ્ટ્રીય સુરક્ષાદળો સાથે કામ કરી રહી છે. આફ્રિકી કમાનના અભિયાન ડિરેક્ટર મેજર જનરલ ગ્રેગ ઓલસને કહ્યું કે આવા હુમલા સોમાલિયા અને ક્ષેત્રમાં શાંતિનો વિરોધ કરનાર વિદેશી આતંકવાદીઓ વિરુદ્ધ લડાઈમાં અમારા સાથીઓને પ્રગતિ કરવામાં મદદ કરતા રહેશે.

પેન્ટાગોને તાજેતરનાં વર્ષોમાં સોમાલિયામાં હુમલા તેજ કરી દીધા છે, કેમ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ બાધાઓને ઘટાડી દીધી છે કે ક્યારે અમેરિકી સેના કથિત આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા આ પહેલાં પણ સોમાલિયામાં ઘણા આતંકવાદીઓને ખતમ કર્યા છે.

You might also like
728_90