જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

23-06-2018 શનિવાર

માસ: જેઠ

પક્ષ: સુદ

તિથિ: અગિયારસ

નક્ષત્ર: સ્વાતિ

યોગ: શિવ

રાશિઃ તુલા (ર,ત)

મેષ :- (અ.લ.ઇ)

કામકાજમાં ઉચાટ જણાશે.
ઉસ્કોરાટનાં કારણે વાણીમાં દોષ જણાશે.
વિવાદીત કાર્યોથી દૂર રહેવું.
તબીયત બાબતે કાળજી રાખવી.

વૃષભ :- (બ.વ.ઉ)

માનસિક ચિંતાઓ રહેશે.
પતિ પત્નીનાં વિચારોમાં અસમાનતા રહેશે.
કામકાજમાં ઓછો સહયોગ મળશે.
પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવું નહીં.

મિથુન :- (ક.છ.ઘ)

કામનાં ભારને હળવો કરી શકશો.
સહકર્મચારીનાં સબંધોમાં સુધારો જણાશે.
નાના સાથીઓથી સંભાળવું.
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક :- (ડ.હ)

કારણ વગરનાં વાદવિવાદથી દુર રહેવું.
ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખવું.
જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે.
પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે.

સિંહ :- (મ.ટ)

ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
પરચુરણ ધંધામાં સારો લાભ થશે.
દલાલીવાળા કામથી લેણું જણાશે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા (પ.ઠ.ણ)


ધર્મકાર્ય માટે બહાર જવું પડે.
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત)


દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કામ વધારે છતાય આનંદ જણાશે.
મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક (ન.ય)


તમારા જ વિચારો તમને ખોટા લાગશે.
અંતરઆત્માનાં અવાજને ઓળખતા શીખો.
માનસીક શ્રમથી થાક અનુભવશો.
ગણતરીપૂર્વક કામ નહીં થાય.

ધન (ભ.ધ.ફ.ઢ)

કોઇ પણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં.
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું.

મકર (ખ.જ)


વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
અગત્યનાં નિર્ણયો સાચવીને કરવાં.
કામકાજમાં સંભાળીને કરવું.

કુંભ (ગ.શ.સ.ષ)


લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે.
થોડા વ્યવહારૂ બનો.
ભાગ્યોદય માટે ઉત્તમ તક મળશે.
નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય.

મીન (દ.ચ.ઝ.થ)


આજનાં દિવસે કામની હળવાશ અનુભવશો.
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
દૈનિક વ્યવસાયથી લાભ થશે.
આનંદપૂર્વક દિવસ પસાર થશે.

You might also like