કામના કલાકો ફ્લેક્સિબલ હોય તો સ્ટ્રેસ વધે છે

ઓફિસથી દૂર રહીને અથવા તો પાર્ટટાઇમ કામ કરવાનું કલ્ચર હવે વધી રહ્યું છે. નોકરીના ફિક્સ કલાકોના બદલે સમય મળે ત્યારે અથવા તો કામ હોય ત્યારે ફ્લેક્સિબલ કલાકોમાં કામ કરવાની પદ્ધતિ સારી કે ખરાબ તેના પર અનેક રિસર્ચ થયાં. હવે વૈજ્ઞાનિકો એ તારણ પર પહોંચ્યા છે કે ફ્લેક્સિબલ કામના કલાકોથી સ્ટ્રેસ વધે છે.

પહેલાં નિશ્ચિત કામના કલાકો અને ઓફિસમાં જવાની વાતને સ્ટ્રેસફુલ ગણવામાં આવતી હતી, પરંતુ હવે સાબિત થયું છે કે ફ્લેક્સિબલ સમયે કામ કરવાનું બધાંને સદે તે જરૂરી નથી. તેના કારણે વ્યક્તિ સતત કામના સ્ટ્રેસમાં રહે છે અને સાઇકોલોજિકલી કામનું ભારણ લાંબો સમય રહે છે.

નિશ્ચિત કલાક કામ કરીને રિલેક્સ થનારા લોકોમાં ઓફિસ અવર સિવાયના સમયમાં સ્ટ્રેસ લેવલ ઓછું હોય છે. જે લોકો ફ્લેક્સિબલ વર્કિંગ પેટર્ન ધરાવે છે તેમણે કામ શરૂ કરવા અને પૂરું કરવા વધુ સ્ટ્રેસ લેવો પડે છે.

You might also like