માર્ક ઝકરબર્ગને હવે અાયર્નમેન બનવું છે

માર્વેલ કોમિક્સના પ્રખ્યાત સુપરહીરો પાત્ર અાયર્નમેનથી વાચકો પરિચિત જ હશે. હવે અા નવા વર્ષના સંકલ્પ તરીકે ફેસબુકના માર્ક ઝકરબર્ગ જાહેર કર્યું છે કે અા વર્ષે તેને અાયર્નમેનના જાર્વિસ જેવો અાર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી સંચાલિત અસિસ્ટન્ટ જોઈએ છે. અાયર્નમેનના સૂટ જાર્વિસું પૂરું નામ છે જસ્ટ અ રધર વેરી ઈન્ટેલજન્ટ સિસ્ટમ.

ટોની સ્ટાર્ક નામનો ઈજનેર ગમે ત્યાંથી જાર્વિસના નામની બૂમ પાડે કે તરત જ જાર્વિસ તેની પાસે પહોંચી જાય અને તેના શરીર પર ચપોચપ ચોંટીને તેને અાયર્નમેનમાં કન્વર્ટ કરી દે. નવા વર્ષની પોસ્ટમાં ઝકરબર્ગે લખ્યું કે મારે એવો જ એક અાર્ટિફિશ્યલ અસિસ્ટન્ટ જોઈએ છે જે મારું ઘરનું અને ઓફિસનું કામ કરી અાપે. ઝકરબર્ગનો જાર્વિસ માર્કના વોઈસ-કમાન્ડથી ઘરની લાઈટો અને મ્યુઝિક ઓન-ઓફ કરી અાપશે.

You might also like