સરસપુરમાં મોડી રાત્રે સાત વાહનોને આગ ચાંપી દેવાઈ

અમદાવાદ : શહેરના સરસપુર વિસ્તારમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ ૭ જેટલા વાહનોને આગચાપી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની જાણ આસપાસના રહીશોએ ફાયરબિગ્રેડને જાણ કરી હતી. જેને પગલે ફાયર બિગ્રેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આ ઘટનામાં વાહનો સંપૂર્ણ પર્ણે બળીને ખાક થઈ ગયા હતા. અને ૧,૪૩,૫૦૦ના વાહનોનું નુકસાન થયું હતું.

આ ઘટનાની જાણ શહેર કોટડાને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. સુત્રો મુજબ શહેરના સરસપુર વોરાના રોઝા પાસે આવેલ કોશીમિયાની ચાલી પાસે ગઈકાલે મોડી રાત્રે ૩ વાગ્યે કોઈ અજાણ્યા શખ્સોએ ૭ વાહનોને સળગાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા આસપાસના લોકો એકઠા થયા હતા અને ફાયરબિગ્રેડને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા ફાયરબિગ્રેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવ્યો હતો.

ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ઘટના બાદ લોકોમાં ભયને વાતાવરણ પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ શહેર કોટડા પોલીસને કરતા પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે એફ એસ એલની મદદથી તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં વાહનો સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયું હતું.

પોલીસને શંકાના આધારે કોઈએ અંગત અદાવતમાં અથવા અસામાજિક તત્વો એ માનસિક વિકૃત્તિ સંતોષ માટે વાહનો સળગાવવા હોવા જોઈએ હાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અન્ને ઉલ્લેખનીય છે કે, ગોમતીપુરમાં બે દિવસ પહેલા જ ૧૦ જેટલા વાહનોને સળગાવી હોવાની ઘટના બની હતી.

You might also like