ગાયત્રી નગર જમીન વિવાદમાં ધમકી આપનાર એઝાઝ ઝડપાયો

વડોદરા : વાઘોડિયા નજીક આવેલ ગાયત્રીનગરની જમીનનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે તાજેતરમાં આ જમીન અંગે ધમકી આપનાર ખાલીદ અને એઝાઝ સામે ફરિયાદ થઇ હતી. જેની તપાસ ડીસીબીને સોંપવામાં આવી હતી. આજે ડીસીબીના પીઆઇ રાહુલ પટેલની સૂચના હેઠળ સ્ટાફે એઝાઝની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ડીસીબીમાં થયેલી ફરિયાદમાં દિવ્યાંગભાઇ ઉપેન્દ્રકુમાર ઝા રહે. ફલેટ નં. ૬, ૭૯ ઉર્મિ સોસાયટી પ્રોડકટીવીટી રોડ, અલકાપુરી વડોદરાનાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગઇ તા. ૯-૯-૨૦૧૫ના રોજ ફરિયાદ આપેલી.

જેમાં તેઓ ગઇ તા. ૮-૯-૨૦૧૫ના રોજ સાંજના સાડા સાત વાગે અજાણ્યા ઇસમે મોબાઇલ ફોન ઉપર ફોન કરી ગાયત્રીનગરની જમીનોના પ્રકરણે તમને ફાયદો કરાવી આપવા માટે રૂબરૂમાં રાતે મળવું છે અને રાત્રે ફોન કરીશ તેમ કહી ત્યાર બાદ રાત્રિના દસ વાગે દિવ્યાંગ ઝાના ઘરે બે ઇસમો મોટરસાઇકલ પર આવેલા અને ફરિયાદીના ઘરે આવતાં જેમાં એક ઇસમ ડોલીબેન કાંતિલાલ પટેલની સાથે અવારનવાર દેખાતો ઇસમ ખાલીદ તથા એઝાજનાને તેઓ ફક્ત નામની ઓળખ આપી દિવ્યાંગને ગાયત્રીનગરના પ્રકરણમાં કોર્ટ કેસોમાંથી ખસી જવા માટે કહેતા ત્યારે દિવ્યાંગે આ બંને ઇસમોને ગાયત્રીનગરના પ્રકરણના તમામ કોર્ટ કેસની માહિતી આપતા ત્યારે ખાલીદે પોતાની પાસેનું કોઇક હથિયાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

અપમાનજનક શબ્દો બોલી ગાળાગાળી કરેલી હોવાની હકીકત પોતાની ફરિયાદમાં જણાવેલ હોઇ જે ગુનાની તપાસ ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ખાલીદ ઇકબાલ હુસેન મલેક રહે. નાગરવાડાને ગુજરાત હાઇકોર્ટમાં અરજ કરી આ ગુનાના કામે ધરપકડ સામે સ્ટે મેળવ્યો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી મોહંમદએઝાજ બાબુભાઇ શેખ ઉ.વ. ૩૭ રહે. નગારતી મહોલ્લો, નાગરવાડાને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી ધમકી આપનાર ગુનામાં ધરપકડ કરી હતી.

આ પકડાયેલા આરોપી મોહંમદએઝાજે ધો. ૧૦ સુધી અભ્યાસ કરેલો છે અને પકડાયેલ આરોપી મોહંમદ એઝાજના બનેવીનો ભાઇ આ ગુનામાં સંડોવાયેલા આરોપી ખાલીદ મલેક હોવાનું જણાઇ આવેલ છે.આ બંન્ને ઇસમો ચોક્કસ કયા હેતુથી રાત્રિના સમયે ફરિયાદીના ઘરે ગયેલ તેમજ તેઓએ ફરિયાદીને ડરાવવા માટે ચોક્કસ કયાં હથિયારનો ઉપયોગ કરેલ છે તેમજ તેઓના આ ગુનાહીત કૃત્યમાં કોનો દોરી સંચાર હતો તે બાબતેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલુ છે.

You might also like