જૈકલીન પ્રિમિયર લીગ બેટમિંટન ઉદ્ઘાટનમાં જોવા મળી

મુંબઇ : મુંબઈમાં નેશનલ સપોર્ટસ કલબ ઓફ ઇન્ડિયામાં રંગારંગ કાર્યક્રમોની સાથે પ્રીમિયર બેડમિન્ટની શરૃઆત થઈ. ઉદઘાટન સમારોહમાં મનોરંજન અને રમત જગતની નામાંકિત હસ્તીઓની ઉપસ્થિતિ હાજર હતી અને એક કલાક સુધી ચાલી રહેલા રંગારંગ કાર્યક્રમની સાથે જોડાઈ હતી. ત્યાં પહેલી મેચમાં મુંબઈ રોકેટ્સના ગુરુસાઈ દત્ત્।ના સમય વોરીયર્સના બી.સાંઈ પ્રણીતને ૧૪૧૫.૧૫૧૦,૧૫૮થી હરાવી દીધા. ઇન્ડિયન બેડમિનટ લીગના રૃપમાં શરૃ શરૃઆત થઇ છે.

આ ટુનાર્મેન્ટ બે વર્ષના અંતર પછી નવા નામ પીબીએલની સાથે ફરીથી શરુ કરવામાં આવી છે.કાર્યક્રમની શરૃઆત પર બોલીવુડ અદાકાર જૈકલીન ફર્નાડીજે પોતાના પ્રખ્યાત ગીત ‘ચિટ્ટીયાં કલાઈયા , હેંગઓવર અને ‘સૂરજ ડુબા હે પર જોરદાર ડાન્સ કર્યો હતો.ત્યારબાદ સંગીતકાર સલીમસુલેમાનની જોડીએ પોતાના મશહૂર ગીત ‘ચક દે ઇન્ડિયા , બેન્ડ બાજા બારાત એન સ્વરચિત ‘હલ્લા મચા દે ની પ્રસ્તુતિ કરી હતી.

પીબીએલની બ્રાંડ એમ્બેસેડર અને બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આ સમારોહમાં ભાગ ના લઇ શકયા.પરંતુ તે લીંગના બીજા દિવસે રવિવારે ઉપસ્થિતિ રહ્યો હતો. આ સમારોહ દરમ્યાન સાઈના નેહવાલ સહિત બીજા ઘણા બધા ખેલાડીઓનોપરિચય પણ આપ્યો હતો.પીબીએલના અધ્યક્ષ અખિલેશ દાસ ગુપ્તાએ આ તક પર કહ્યું કે, હું તમારા બધાનું સ્વાગત કરું છું, અમે ચાહીએ છીએ કે અમે બધા આગળ આવીને અહી સારી મેચોનું આયોજન કરીએ.

હું બધી ફ્રેન્ચાઇઝી, તેમના માલિકો,સમર્થકો અને બધા માટે આભાર વ્યકત કરું છું. તેઓએ કહ્યું કે, હું અક્ષય કુમારને લીગનો બ્રાંડ એમ્બેસેડર બનવા માટે ધન્યવાદ દઉં છું. પગમાં ઈજાના કારણે સાઈના નેહવાલ પહેલા રાઉન્ડમાંથી હટી ગઈ. ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલ પગની ઈજાના કારણે અવધ વોરિયર્સ અને મુંબઈ રોકેટ્સની વચ્ચે પ્રીમિયર બેડમિંટન લીગના શરૃઆતના મુકાબલામાંથી હટી ગઈ છે.

દુનિયાની બીજા નંબરની ખેલાડી સાઈનાને અવધ વોરિયર્સે એક લાખ ડોલરમાં ખરીદી હતી. સાઈનાએ કહ્યું કે તેના પગમાં ગંભીર ઈજા થઈ છે અને આ ઓલિમ્પિક વર્ષ છે જેથી તે તેને આગળ વધારવા નથી ઈચ્છતી. સાઈનાએ કહ્યું, કેટલાક સપ્તાહ અગાઉ તેના પગમાં ઈજા થઈ હતી તે ઘણી ગંભીર છે અને તેમાંથી બહાર આવી રહી છે. અમારે પાંચ મેચ રમવાની છે. અને આશા છે કે હું તેમાંથી બહાર આવી રમીશ.

You might also like