ઓસ્ટ્રેલિયા સામે વિન્ડિઝના છ વિકેટે ૨૦૭ રન

સિડની : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૃ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે વેસ્ટ ઇન્ડિઝે રમત બંધ રહી ત્યારે છ વિકેટ ગુમાવીને ૨૦૭ રન કર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન કેસી બ્રેથવેટે ૧૦ ચોગ્ગાની મદદથી ૮૫ રન કર્યા હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. સેમ્યુઅલ, બ્લેકવુડ ફ્લોપ રહ્યા હતા. આજે પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે છ વિકેટે ૨૦૭ રન કર્યા હતા. પ્રથમ દિવસે રમત નિર્ધારિત ૯૦ ઓવર સુધી રમાઇ શકી ન હતી. પ્રથમ દિવસે ૭૫ ઓવરની રમત શક્ય બની હતી.

રમત બંધ રહી ત્યારે સીઆર બ્રેથવેટ ૩૫ રન અને રામદીન ૨૩ રન સાથે રમતમાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને બે વિકેટો ઝડપી હતી. જ્યારે હેઝલવુડ અને પેટિન્સને એક એક વિકેટ ઝડપી હતી. અગાઉ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે યોગ્ય સાબિત થયો ન હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના ફોર્મને જોતા તે સરળતાથી શ્રેણી જીતી લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફ્રેન્ક વોરેલ ટ્રોફીની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિન્ડિઝ ઉપર ૧૭૭ રનથી જીત મેળવીને શ્રેણીમાં ૨-૦ની મહત્વની લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા વ્હાઇટવોશની દિશામાં આગળ વધી રહ્યું છે. વિન્ડિઝના બેટ્સમેનો પ્રારંભિક બંને ટેસ્ટ મેચોમાં ફ્લોપ રહ્યા છે.

વર્તમાન શ્રેણીમાં વિન્ડિઝ તરફથી હજુ સુધી કોઇપણ બેટ્સમેનને સદી કરવામાં સફળતા મળી નથી જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ધરખમ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આવતીકાલની રમત વેસ્ટ ઇન્ડિઝ માટે મહત્વપૂર્ણ અને નિર્ણાયક રહી શકે છે. જો વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો જંગી જુમલો ખડકી લેવામાં સફળ રહેશે તો તેઓ ટેસ્ટ મેચ બચાવી શકશે. જો એમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની આમાં પણ હાર નિશ્ચિત છે.

You might also like