આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી બાદ દિલ્હીમાં હાઇએલર્ટ

નવી દિલ્હી : પંજાબનાં પઠાણકોટમાં એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી હૂમલા બાદ રાજધાની દિલ્હી પર પણ ખતરો વધી ગયો છે. સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ આપ્યું છે કે આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદના આતંકવાદીઓ દિલ્હીને નિશાન બનાવી શકે છે. તેઓ પઠાણકોટ જેવુ જ કાંઇ દિલ્હીમાં કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ દિલ્હી હાઇએલર્ટ પર છે. તમામ સ્થળો પર પોલીસની બાજ નજર છે. સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી બહાર જનારા અને આવનારા તમામ જહાજો પર પોલીસ નજર રાખી રહી છે.
પંજાબમાં આતંકવાદી હૂમલાને ગંભીરતાપુર્વક લેતા દિલ્હીનાં પોલીસ કમિશ્નર બી.એસ બસ્સીએ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. પોલીસે તમામ નાગરિકોને સાવધાની દાખવવા માટે અપીલ કરી હતી. તે ઉપરાંત કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે જણાવ્યું છે. પોલીસને પણ તમામ બાબતો પર કડક નજર રાખવા માટે જણાવ્યું છે.
ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટનાં આધારે કહેવાઇ રહ્યું છે કે દિલ્હીમાં મોટો આતંકવાદી હૂમલો કરવાની સાથે જ જેશ એ મોહમ્મદનાં આતંકવાદીઓ સામાન્ય લોકોને બંધક બનાવી શકે છે. ગત્ત વર્ષનાં અંતિમ મહિનામાં ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ બહાર પાડીને દિલ્હી પર હૂમલાની આશંકા વ્યક્ત કરી હતી.

You might also like