સુશાસન માત્ર નીતિ વિષયક નિર્ણયો નહી : નરેન્દ્ર મોદી

મૈસૂર : વડાપ્રધાનમોદીએ આજે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે આપેલા સંબોધનમાં તેમણે કહ્યું કે ક્લીન એનર્જી ટેક્નોલોજી માટે આપણે રિસર્ચ, ઇનોવેશનની જરૂર છે. આ સંશોધન માત્ર વાતાવરણ પરિવર્તનની સમસ્યા સાથે લડવા માટેનહી પરંતુ વાતાવરણની સાથે ન્યાય કરવા માટેની પણ જરૂર છે. તેમણે કહ્યું કે તે કેન્દ્ર અને રાજ્યની સંસ્થાઓ અને એજન્સીઓ વચ્ચે વૈજ્ઞાનિક સમન્વય વધારવા માટે કામ કરી રહ્યા છે.
103માં સાઇન્સ સંમ્મેલન પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આપણા ડીઝીટલ નેટવર્ક પોતાની ગુણવત્તા વધારી રહ્યા છે અને લોકસેવાઓ અને સામાજિક લાભને ગરીબો સુધી પહોંચાડી રહ્યા છે. પોતાનાં સંબોધનમાં તેમણે કહ્યું કે તેમના માટે સુશાસનનો અર્થમાત્ર નીતિ અને નિર્ણયોને પારદર્શનીને જવાબદાર બનાવવાનો નતી પરંતુ આપણી રણનીતિઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરવાનો પણ છે. આ દરમિયાન તેમણે ફૂડ સિક્યોરિટીનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેઓની સરકાર ફુડ અને સિક્યોરિટી મુદ્દે મહત્તમ નિર્ણયો લેવા માટે કટીબદ્ધ છે. તેઓ દેશનાં લોકો માટે સુખશાંતિપુર્ણ જીવન આપવા માટે કટિબદ્ધ છે.

You might also like