તમામ આતંકવાદી ઠાર : PMએ જવાનોના સાહસને બિરદાવ્યું

પઠાણકોટ : પંજાબનાં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલાનાં તમામ પાંચ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. આ આતંકવાદીઓએ શનિવારે વહેલીસવારે હૂમલો કર્યો હતો. વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજનાથ સિંહે સેનાને આ સફળ ઓપરેશન માટે શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને કહ્યું કે તેઓને સૈન્ય પર ગર્વ છે. જેઓ દરેક પ્રકારનાં હૂમલાનો મૂંહતોડ જવાબ આપવા માટેની તાકાત ધરાવે છે. વડાપ્રધાને કહ્યું કે આ સમયે તમામે એક થવાની જરૂર છે. જ્યારે ગૃહમંત્રીએ આ ઓપરેશનને સફળ જણાવાત સેના અને સુરક્ષાએજન્સીઓને શુભકામનાઓ પાઠવી હતી.
પંજાબનાં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલામાં તમામ 5 આતંકવાદીઓને ઢાળી દેવાયા છે. જો કે આપણાં 6 જવાનો પણ શહિદ થયા હોવાની માહિતી મળી રહી છે. તે ઉપરાંત 18 જવાનો ઘાયલ પણ થયા છે. એરફોર્સ સ્ટેશનમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજી પણ એક આતંકવાદી છુપાયેલો હોવાની આશંકા છે. જો કે આ અભિયાન દરમિયાન ત્રણ વિસ્ફોટનાં અવાજો પણ સાંભળવા મળ્યા છે. જો કે આ વિસ્ફોટ સુરક્ષા દળોએ કર્યા કે આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી તે જાણવા નળી મળ્યું. સાંજે 6 વાગ્યે પાંચમાં આતંકવાદીને પણ ઢાળી દેવામાં આવ્યો હતો.

You might also like