પઠાણકોટ હૂમલાને પાકિસ્તાને આકરા શબ્દોમાં વખોડ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે ભારતનાં પઠાણકોટમાં એરબેઝ પર થયેલા હૂમલાની નિંદા કરી છે. આ હૂલામાં બે અત્યાર સુધીમાં બે સૈન્ય જવાનો શહીદ થયા છે. જ્યારે 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની રેડીયો પર બે વાગ્યે પ્રસારિત થયેલા સમાચારમાં વિદેશ વિભાગનાં પ્રવક્તાએ પઠાણકોટ વાયુસૈન્ય મથક પર થયેલા હૂમલાની આકરી ટીકા કરી હતી.
પાકિસ્તાનનાં વિદેશ વિભાગે પોતાનાં વક્તવ્યમાં ભારત સરકાર, ભારતીય જનતા અને શહીદ થયેલા વાયુસૈનિકોનાં પરિવાર પ્રત્યે સંવેદનાં વ્યક્ત કરી છે. જે સૈનિકો ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટેની કામના પણ કરી છે. વક્તવ્યમાં બંન્ને દેશોની વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્ક બાદ બનેલા સૌહાર્દપુર્ણ વાતાવરણને જાળવી રાખવા માટેની અપીલ કરવાની સાથે પોતાનાં તરફથી પ્રતિબદ્ધતા પણ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આ વિસ્તારમાંથી આતંકવાદને જડમુળમાંથી ઉખાડી ફેંકવા માટેની હાકલકરી છે.

You might also like