આતંકવાદીને તેની માતાની સલાહ : હૂમલો કરતા પહેલા જમી લેજે

નવી દિલ્હી : પંજાબનાં પઠાણકોટમાં હૂમલો કરનાર આતંકવાદીએ હૂમલો કરતા પહેલા ચાર વખત પાકિસ્તાનમાં ફોન કર્યો હતો. મળતી માહિતી અનુસારઆતંકવાદીએ પોતાનાં પરિવારનાં લોકોને જણાવ્યું કે તે પોતાનાં જીવનનો અંત આણવા જઇ રહ્યો છે. ત્યાર બાદ તેનાં પરિવારનાં લોકોએ જે જવાબ આપ્યો તે તેનાં કરતા પણ વધારે ચોકાવનારો હતો. પરિવારજનોએ કહ્યું કે,’જે કરવા માટે ગયો છે તે કર, પરંતુ તે કામ કરતા પહેલા ડીનર જરૂર કરી લેજે.’
ગુપ્તચર અધિકારીઓએ આ જાણકારી આપતા કહ્યું કે તમામ પાંચેય આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. જો કે હજી પણ વધારે આતંકવાદી છુપાયેલા છે કે કેમ તે જાણવા માટે સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છેકે આ આતંકવાદી હૂમલામાં અત્યાર સુધી 5 આતંકવાદીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 3 લશ્કરી જવાનો શહીદ થયા છે.

You might also like