VIDEO: ખેડા GIDCમાંથી 23 હજાર લિટરનું ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ખેડા જિલ્લામાં આર.આર સેલની ટીમને એક મોટી સફળતા હાંસલ થઇ છે. જેમાં GIDCમાંથી મોટી માત્રામાં ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. આ સમગ્ર ઘટનાની જાણ FSLની ટીમને થતાં જ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

FSLની ટીમે આ મામલે વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહીને હાથ ધરી છે. એમાં પણ મહત્વનું એ છે કે રાજ્ય સરકાર એક તરફ કાયદો અને વ્યવસ્થાની મજબુત હોવાનાં દાવાઓ પૂરા જોરશોરથી કરી રહી છે. ત્યારે તેવામાં દારૂ તથા ઓઈલ ચોરી જેવા કૌભાંડો સામે આવતાં જ ગૃહ વિભાગ તેમજ રાજ્ય સરકાર સામે અનેક સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે.

ઉલ્લેખનીય છે કે સરકાર એક તરફ એવું કહે છે કે કાયદો એ કાયદાનું કામ કરે છે તેમજ દેશમાં અને રાજ્યમાં થતી તમામ ઘટનાઓ પર ચાંપતી નજર કાનૂનની હોય છે. પરંતુ તેમ છતાં રાજ્યમાં આવી ઘટનાઓ સતત વર્તાતી રહે છે.

જેમાં ઓઇલ ચોરી, દારૂની હેરાફેરી તેમજ પ્રાણીઓની તસ્કરી અને વાહનોની ચોરી કરવી જેવી તમામ ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે એવામાં વધુ એક કૌભાંડ ગુજરાતનાં ખેડા જિલ્લામાં સામે આવ્યું છે. જેમાં મોટી માત્રામાં એટલે કે આર.આર. સેલની ટીમે 23 હજાર લિટરનું ઓઇલ ઝડપી પાડ્યું છે. જેને લઇ પોલીસ પણ સક્રિય બની ગઇ છે. અને હવે પોલીસ પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

You might also like