23 કિસિંગ સીન આપનાર વાણી કપૂરને મળ્યો ડ્રીમ પ્રોજેક્ટ

પોતાની પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં દેશી છોકરી તારાના અંદાજમાં જોવા મળેલી વાણી કપૂરે ત્યારબાદ જે પણ કામ કર્યું તેના માટે ખૂબ જ ચર્ચામાં રહી. પછી તે ‘બેફિક્રે’માં રણવીરસિંહ સાથે ૨૩ કિસિંગ સીન આપવાની વાત હોય કે કલ્કિ કોચલીન સાથે મળીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લોકોને કપડાં ઉતારવાની ચેલેન્જ આપવાની વાત હોય.

તેના એવા બોલ્ડ અંદાજ જોઇને તેના ફેન્સ પણ દંગ રહી ગયા, પરંતુ વાણી તેનાથી સંતુષ્ટ થાય તેમ ન હતી. તેણે મેક્સિન મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું, તેમાં તેણે એકથી વધીને એક હોટ આઉટફિટ્સમાં જલવો વિખેર્યો. વાણી માટે આ બધું કરવું માત્ર જરૂરિયાત નહીં, તેની મજબૂરી પણ છે, કેમ કે યશરાજ બેનરની બે-બે ફિલ્મ કર્યા બાદ પણ તેની ગાડી પાટા પર ચઢી નથી.

વાણી હવે તેનું બધું ધ્યાન એકમાત્ર ફિલ્મ ‘શમશેરા’ પર કેન્દ્રિત કરી રહી છે. તેને આશા છે કે ‘બેફિક્રે’માં તેને રણવીરસિંહની સાથે જે ન મળી શક્યું તે યશરાજ ફિલ્મ્સની ત્રીજી અને એક્શન-એડ્વેન્ચરથી ભરપૂર રણબીર કપૂર દ્વારા મળી શકશે.

યશરાજ ફિલ્મ્સ વાણીને ‘બેફિક્રે’ બાદ એક વાર ફરી એ જ હોટ અંદાજમાં રજૂ કરવા જઇ રહ્યું છે, જેમાં રણબીર એક ડાકુનું પાત્ર ભજવશે. વાણી આ ફિલ્મ અને પોતાના હીરોને લઇને ખૂબ જ આશાસ્પદ દેખાય છે. ‘શમશેરા’માં રણબીર કપૂર સાથે કામ કરવા માટે તૈયાર વાણીનું માનવું છે કે રણબીર એક એવી વ્યક્તિ છે, જેની હું પ્રશંસક છું. તેની ફિલ્મો જોવી મને ગમે છે.

આ પાવર હાઉસ ઓફ ટેલેન્ટ સાથે કામ કરવાનું ખરેખર શાનદાર હશે. એ પણ મહત્ત્વની વાત છે કે કરણ મલ્હોત્રાએ મારામાં રણબીરની પ્રેમિકાની ભૂમિકા ભજવવાની ક્ષમતા પણ જોઇ. ‘શમશેરા’ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને મને નસીબથી તે મળ્યો. •

You might also like