આંધ્રપ્રદેશ: જગદલપુર-ભુવેનેશ્વર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા, 32નાં મોત

ભુવનેશ્વર : આંધ્રપ્રદેશથી વિજયનગર જિલ્લાના કુનેરુ સ્ટેશન પાસે હીરાખંડ એક્સપ્રેસ ટ્રેનનું એન્જીન સહિત આઠ ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. જેના કારણે મરનાર લોકોની સંખ્યા હજી પણ વધેતેવી શક્યતા છે.

મળતા અહેવાલ મુજબ જગદલપુર થી રાજધાની ભુવનેશ્વર જઇ રહેલી ટ્રેનને ઓડિશાના રાઇગઢથી 35 કિમી દુર વિજયનગરમના કુનેરુ પાસે ટ્રેન દૂર્ઘટનાગ્રસ્ત થઇ. આ અકસ્માતમાં એન્જીસ સિવાય એક લગેજ વેન, 2 જનરલ ડબ્બા, 2 સ્લીપર ડબ્બા તેમજ એક થર્ડ એસી અને 1 સેકન્ડ એસી કોચ પાટાપરથી ઉતરી ગયા. ઘટનાસ્થળ પર બચાવ અને રાહતકામગીરી પુર જોશમાં ચાલી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. રેલ મંત્રાલય દ્વારા દૂર્ઘટનાના મૃતક પરિવારજનોને 2 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
http://sambhaavnews.com/

You might also like