23 લાખ અરજી બાદ પટાવાળાની ભરતી રદ કરાશે

લખનઉ : હાલમાં જ ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયમાં પટાવાળા માટે 368 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી હતી. જેમાં અંદાજે 23 લાખ અરજીઓ આવી હતી ત્યારે ઉત્તર પ્રદેશ સરકારની એક કમિટીએ આ ભરતી રદ કરવાની ભલામણ રાજ્ય સરકાર સમક્ષ મુકી છે. 12 ઓગસ્ટે સચિવાલય દ્વારા જાહેર કરાયેલ એક જાહેરાતમાં પટાવાળાની ભરતીમાં પીએચડી અને એન્જિનિયરની ડિગ્રીવાળાઓએ પણ અરજી કરી હતી જેના કારણે આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો. જેના કારણે મુખ્ય સચિવે એક સમિતિનું ગઠન કર્યું હતું. જેણે પટાવાળાની ભરતી રદ્દ કરવાની ભલામણ કરી છે. સમિતિના અહેવાલ પ્રમાણે સરકારે અરજીની સંખ્યા ઘટાડવા ભરતીની નવી યોગ્યતા નક્કી કરવી જોઇએ. કમિટીના રિપોર્ટ પ્રમાણે જેટલા લોકોએ અરજી કરી છે તે બધાનું ઇન્ટરવ્યું લેતા લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે.

You might also like